ઘરમાં વાસ્તુ દોષ હોવા પર ઘરની ખુશીઓ છીનવાઈ જાય છે. આવો જાણીએ ઘરની નકારાત્મકતા દૂર કરવા માટે તમારે શું કરવું જોઈએ
ઘરનું બાથરુમ જો યોગ્ય દિશામાં ન હોય તો નકારાત્મકતા વધે છે. ઘરમાં વાસ્તુદોષ હોવા પર તેની અસર દરેક વ્યક્તિ પર થાય છે.
વાસ્તુ નિયમોનું પાલન કરવાથી ઘર-પરિવારમાં સુખ શાંતિ આવે છે. જો ઘરમાં વસ્તુઓ અયોગ્ય રીતે રાખવામાં આવે તો અશુભ ઘટનાઓ બને છે.
બાથરુમમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે સિંધવ મીઠું રાખવું જોઈએ. તમે બાથરુમમાં કોઈ પણ દિશામાં 1 વાટકી મીઠું મૂકી દો.
દરેક મહિને બાથરુમમાં રાખેલું મીઠું બદલતા રહો. આ ઉપાયથી ઘરનું વાસ્તુ દોષ દૂર થાય છે.
બાથરુમમાંથી વાસ્તુ દોષ દૂર કરવા માટે વાદળી રંગની ડોલ રાખવી જોઈએ.
ઘરના બાથરુમમાં ક્યારેય પણ ડાર્ક કલરના ટાઈલ્સ ન રાખવી જોઈએ. સાથે જ બાથરુમની દિવાલો પર પણ ડાર્ક કલરની ટાઈલ્સો ન લગાવવી જોઈએ.