શિલ્પા શેટ્ટી બૉલિવૂડની એકદમ ફિટ એક્ટ્રેસ છે. જે પોતાની ફિટનેસને લઈને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવતી રહે છે.
એક્ટ્રેસ અવારનવાર પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ફિટનેસના મોટિવેશનલ વીડિયો શેર કરતી રહે છે. ફેન્સ પણ તેના વર્કઆઉટ અને યોગાને ખૂબ જ ફૉલો કરે છે.
શિલ્પા શેટ્ટી 48 વર્ષની વયે પણ ખુદને ખૂબ જ મેઈન્ટેઈન કરે છે. કોઈ પણ એક્ટ્રેસના કર્વી ફિગરને જોઈને તેની ઉંમરનો અંદાજો નથી લગાવી શકતુ.
એવામાં જો તમે પણ એક્ટ્રેસ જેવું સ્લિમ ફિગર મેળવવા માંગતા હોવ, તો તમને કેટલાક રૂટીનને ફૉલો કરી શકો છો.
એક્ટ્રેસ ખુદને ફિટ રાખવા માટે સપ્તાહમાં 5 દિવસ વર્કઆઉટ કરે છે. જેમાં બે દિવસ યોગા, બે દિવસ સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને એક દિવસ કાર્ડિયો સામેલ છે.
આ ઉપરાંત શિલ્પા શેટ્ટીનું માનવું છે કે, આપણે દિવસની શરૂઆત એક ગ્લાસ હુંફાળા પાણીથી કરવી જોઈએ. તમે ઈચ્છો તો, નોર્મલ પાણી પણ પી શકો છો.
યોગા અને એક્સરસાઈઝની સાથે શિલ્પા હેલ્ધી ડાયટ પણ લે છે. જેમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો સામેલ હોય છે. એક્ટ્રેસને નોન વેજ વધારે પસંદ છે.
શિલ્પા શેટ્ટી દરરોજ આમળા અને એલોવેરાના જ્યૂસનું સેવન કરે છે. આ ઉપરાંત રસોઈમાં એક્ટ્રેસ ઑલિવ ઑઈલનો ઉપયોગ કરે છે.