આ 5 મસાલા હેલ્થ ઈમરજન્સીમાં થશે ઉપયોગી , સ્વાસ્થ્ય સમસ્યાઓમાં આપશે રાહત


By Smith Taral08, May 2024 04:34 PMgujaratijagran.com

મસાલા કે જે ખોરાકની સુગંધ અને સ્વાદને વધારે છે, તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યા દૂર કરવામાં પણ મદદ કરે છેે. તમારે ફક્ત તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવાની જરૂર છે. તો ચાલો જાણીએ કે તે કયા મસાલા છે અને તે તમને સ્વાસ્થ્ય સમસ્યાઓથી કેવી રીતે રાહત આપી શકે છે.

હીંગ

પેટમાં ગેસથી થતા દુખાવામાં હીંગના ઉપયોગથી રાહત મળે છે, આ માટે નવશેકા પાણીમાં લગભગ અડધી ચમચી હીંગ નાખી તેની પેસ્ટ બનાવી નાભી પર લગાવો

લીંબુ

ઉલ્ટી કે ઉબકામાં પાણીમાં લીંબુ, અડધી ચમચી ધાણા પાવડર, વરિયાળી પાવડર અને ઈલાયચી મીક્સ કરીને પીવામાં આવે તો સમસ્યામાં પણ રાહત આપે છે.

લવિંગ

દાંતના દુખાવામાં લવિંગ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. લવિંગને પીસીને દાંત નીચે દબાવવાથી થોડા જ સમયમાં આરામ મળે છે.

મેથીના દાણા

મેથીના દાણાને પાણીમાં પલાળીને તે પીવાથી પેટમાં ગેસનો દુખાવો ઓછો થાય છે.

અજમો

અજમાનો ઉપયોગ પેટનું ફૂલવું, પેટમાં ખેંચાણ, ઉધરસ વગેરે જેવી સમસ્યાઓની સારવાર માટે કરવામાં આવે છે. આ સિવાય અજમાનો ઉકાળો પીવાથી પેટના દુખાવા અને પીરિયડ્સમાં રાહત મળે છે.

જાણો ઉનાળામાં તુરીયા ખાવાથી શું ફાયદા થાય છે?