તુરીયાનું નામ સાંભળતા જ આપણું મોઢું બગડી જાય છે, મોટાભાગના લોકો તુરીયાનું શાક ખાવાનું પસંદ નથી કરતા. પરંતુ આ શાક ખાવાના ઘણા ફાયદા પણ છે, ખાસ કરીને તેને ઉનાળામાં ખાવામાં આવે તો અઢળક ફાયદા મેળવી શકાય છે.
તુરીયામાં વિટામિન-બી6, વિટામિન-સી, પ્રોટીન, ફાઈબર, આયર્ન, સોડિયમ જેવા પોષક તત્વો રહેલા હોય છે જે શરીરના સ્વાસ્થ્યને જાળવી રાખે છે
ઉનાળામાં તુરીયા ખાવું પાચનતંત્ર માટે સારુ માનવામાં આવે છે. તુરીયામાં સારી માત્રામાં ફાઈબર મળી આવે છે, જે પેટને સાફ કરવામાં મદદ કરે છે. તેનાથી પાચન સંબંધી સમસ્યાઓથી બચી શકાય છે.
તુરીયાનું સેવન પણ લોહીની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં સારી માત્રામાં આયર્ન જોવા મળે છે. તે એનિમિયાને દૂર કરે છે અને હિમોગ્લોબિનનું સ્તર વધારે છે.
વજન ઘટાડવા માટે પણ તુરીયાનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. તુરીયામાં ઓછી કેલરી હોય છે અને વધુ પ્રમાણમાં ફાઇબર હોય છે, જે અતિશય આહારને રોકવામાં મદદ કરે છે.
વજન ઘટાડવા માટે પણ તુરીયાનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. તુરીયામાં ઓછી કેલરી હોય છે અને વધુ પ્રમાણમાં ફાઇબર હોય છે, જે અતિશય આહારને રોકવામાં મદદ કરે છે.
તુરીયામાં રહેલું વિટામિન સી અને એન્ટી-ઓક્સીડેન્ટ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
તુરીયા ખાવું ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. આમાં પેપ્ટાઈડ્સ અને આલ્કલોઈડ હોય છે, જે મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે. આ ઇન્સ્યુલિનના સ્તરને નિયંત્રિત કરે છે