મહાશિવરાત્રી 2024: ભારતમાં ભગવાન શિવના આ પાંચ મંદિરોની મુલાકાત કરો


By Vanraj Dabhi04, Mar 2024 10:35 AMgujaratijagran.com

હિંદુ ધાર્મિક તહેવાર

સૌથી મોટા હિંદુ ધાર્મિક તહેવારોમાંના એક મહાશિવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે.શિવના ભક્તો માટે આ એક મહત્વપૂર્ણ દિવસ છે.

મહાશિવરાત્રીની ઉજવણી

આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચ,શુક્રવારના રોજ ઉજવવામાં આવશે.આ તકે દેશભરના શિવ મંદિરોમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

સોમનાથ મંદિર

આ મંદિર ભારતના 12 આદિ જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ માનવામાં આવે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વેરાવળ નજીક પ્રભાસ પાટણમાં આવેલું, તે રાજ્યના સૌથી મહત્વપૂર્ણ પર્યટન સ્થળોમાંનું એક છે.

લિંગરાજ મંદિર

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં આવેલું આ ભવ્ય મંદિર 54 મીટરથી વધુ ઊંચું છે. કલિંગ સ્થાપત્ય શૈલીમાં 11મી સદીમાં બનેલા મંદિર સંકુલમાં લગભગ 150 નાના-મોટા મંદિરો છે. શિવરાત્રી અને રૂકુના રથયાત્રા એ બે મોટા તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.

કેદારનાથ મંદિર

આ મંદિર ઉત્તરાખંડમાં બરફથી ઢંકાયેલા મોટા અને ઉંચા શિખરોની વચ્ચે આવેલ છે.મંદિર 8મી સદીમાં મોટા પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું હતું. અંદરની દિવાલો પર દેવતાઓની ઘણી આકૃતિઓ અને પૌરાણિક કથાઓના દ્રશ્યો છે.

રામનાથસ્વામી મંદિર

તમિલનાડુમાં રામેશ્વરમમાં આવેલું આ મંદિર શૈવ અને વૈષ્ણવ ધર્મના સંગમનું ઉદાહરણ આપે છે.રામાયણ અનુસાર, ભગવાન રામે લંકા જતા પહેલા અહીં ભગવાન શિવની પૂજા કરી હતી. મંદિરમાં 38 મીટર ઊંચો ગોપુરમ, લાંબા કોરિડોર અને કોતરણીવાળા સ્તંભો છે.

ત્ર્યંબકેશ્વર મંદિર

આ મંદિર મહારાષ્ટ્રના નાસિક શહેરથી લગભગ 28 કિલોમીટરના અંતરે આવેલું છે. તે 12 જ્યોતિર્લિંગોમાંનું એક ખૂબ જ આદરણીય મંદિર પણ છે. હાલનું મંદિર ત્રીજા પેશ્વા બાલાજી બાજીરાવ દ્વારા 18મી સદીમાં જૂના મંદિરની જગ્યા પર બનાવવામાં આવ્યું હતું.

વાંચતા રહો

ધર્મ અને આધ્યાત્મિકતા તેમજ ટ્રાવેલ સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

IndianTourism ministry ના સ્વદેશ દર્શન લીસ્ટમાં છે આ 10 સ્થળોના નામ