ઉનાળામાં ભાત અને દહીં એકસાથે ખાવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.તેમાં રહેલા પોષક તત્વો શરીરની અનેક બીમારીઓને દૂર કરે છે.
ભાત અને દહીંમાં ફાઈબર મળી આવે છે જે પાચનતંત્રને સુધારે છે અને કબજિયાત,અપચો અને ગેસની સમસ્યામાં રાહત મળે છે.
માનસિક સ્વાસ્થ્ય માટે તમે દહીં અને ભાત ખાઈ શકો છો કારણ કે તે તણાવને દૂર કરવાની સાથે તે માનસિક સ્વાસ્થ્યને સુધારે છે.
અનિદ્રાની સમસ્યા વધુ પડતા તણાવને કારણે શરૂ થાય છે.તેથી સારી ઉંઘ લેવા માટે તમે ભાત અને દહીં એકસાથે ખાઈ શકો છો.
ભાત અને દહીં વજન ઘટાડવામાં મદદ કરે છે.આ ખાવાથી પેટમાં જમા થયેલી ચરબી ઝડપથી ઓછી થાય છે.
ભાત અને દહીં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.
ડાયેટિશિયનના જણાવ્યા અનુસાર દહી અને ભાતમાં કેલરી,કેલ્શિયમ,પ્રોટીન,પોટેશિયમ અને આયર્ન જેવા પોષક તત્વો મળી આવે છે જે તણાવને દૂર કરે છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.