ફિચ રેટિંગ્સે મિડ ટર્મ માટે ભારતનો ગ્રોથનો અંદાજ વધારી 6.2 ટકા કર્યો


By Nileshkumar Zinzuwadiya06, Nov 2023 03:39 PMgujaratijagran.com

મધ્યમ ગાળામાં ગ્રોથ

રેટિંગ એજન્સી ફિચે સોમવારે ભારતનો મિડ ટર્મ ગ્રોથને લગતો અંદાજ 0.7 ટકા વધારીને 6.2 ટકા કર્યો છે. આ અગાઉ ગ્લોબલ એજન્સીનો અંદાજ 5.5 ટકા હતો.

10 ઉભરતા દેશના અર્થતંત્રોનો ગ્રોથ

આ સાથે રેટિંગ એજન્સીએ 10 ઉભરતા દેશના ગ્રોથને લગતા અંદાજને અગાઉના 4.3 ટકાથી ઘટાડી 4 ટકા કર્યો છે. આ માટે ફિચે ચીનના અર્થતંત્રમાં ઘટાડાને જવાબદાર ઠરાવ્યું છે.

ચીનમાં માંગ-પુરવઠાની સ્થિતિ

ગ્લોબલ રેટિંગના મતે આ ઘટાડો ખાસ કરીને ચીનની માગ-પુરવઠાને લગતા ગ્રોથની સંભાવના પ્રમાણે 0.7 ટકાનો મોટો ઘટાડાને લીધે રહ્યો છે.

ભારત અને મેક્સિકો

ભારત તથા મેક્સિકોને મોટાપાયે અપગ્રેડ કર્યું છે. ભારતનો ગ્રોથને લગતો અંદાજ 5.5 ટકાથી વધી 6.2 ટકા જ્યારે મેક્સિકોનો ગ્રોથનો અંદાજ 1.4 ટકાથી વધી 2 ટકા કરવામાં આવ્યો છે.

આ વર્ષે હ્યુન્ડાઈના કુલ વેચાણમાં SUVનું યોગદાન 60 ટકાથી વધારે