બાળકોના શારીરિક અને માનસિક વિકા માટે તેમને પોષણથી ભરપૂર વસ્તુઓ ખવડાવવી જોઇએ. આવો જાણીએ કેટલાક હેલ્ધી ફૂડ વિશે.
તમારા બાળકોના ડાયેટમાં લીલા શાકભાજી એડ કરવા જોઇએ. આમાં જરૂરી પોષકતત્ત્વો રહેલા હોય છે, જે બાળકોને સ્વાસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી હોય છે.
ફળોમાં બધાં જ જરૂરી પોષકતત્ત્વો રહેલા હોય છે. આમાં વિટામિન સી, બાયો ફ્લેવેનોઇડ, મિનરલ અને ફોલિક એસિડ વગેરે ગુણો હોય છે. બાળકોને રોજ એક ફળ જરૂર ખવડાવો.
બાળકોને અખરોટ, દ્રાક્ષ, પિસ્તા, કાજુ, બદામ, મગફળી વગેરે ખવડાવો. આમા રહેલા વિટામિન એ તેમની આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
તમે બાળકોને ઈંડા ખાવા માટે આપી શકો છો. આમા ભરપૂર માત્રામાં ફોસ્ફોરસ, સેલેનિમય, પ્રોટીન, વિટામિનની સાથે કેલ્શિયમ અને ઝિંક હોય છે.
તમારા બાળકોને દૂધ, દહીં, છાશનું સેવન જરૂર કરાવો. આમાથી તેમને કેલ્શિયમ, અને પ્રોટીન મળશે
બાળકોને પ્રોટીનથી ભરપૂર દાળ ખવડાવો. આનાથી તેઓ ફીટ રહે છે અને તેમને થાક અને કમજોરી આવતી નથી. તમે રોજ થોડી દાળ બાળકોને ખવડાવી શકો છો.
પ્રોટીન, ફાયબર, મિનરલ્સ, ફાઇટોએસ્ટ્રોજન્સ, વિટામિન બીની સાથે વિટામિન ઈથી ભરપૂર સોયાબીન બાળકોને ખવડાવો.