ખાધા પછી આ ભૂલ કરવાથી તમને નુકસાન પહોંચી શકે છે


By Hariom Sharma29, Jul 2023 04:05 PMgujaratijagran.com

કેટલીક વાર આપણ ખાધા પછી ઘણી એવી આદતો ફોલો કરીએ છીએ, જે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. આવો જાણીએ ખાધા પછી શું ના કરવું જોઇએ.

ઊંઘવુ

ઘણા લોકો ખાધા પછી તરત સૂઈ જતા હોય છે અથવા બેડ ઉપર આડા પડી જાય છે, પરંતુ વ્યક્તિએ ખાધા 2 કલાક પછી ઊંઘવુ જોઇએ. આનાથી સ્થૂળતા, એસિડિટી, સ્ટ્રોક અને હૃદયને લગતી બીમારીઓનું જોખમ ઘટે છે.

નિકોટીન

કેટલાક લોકોને ખાધા પછી સિગારેટ પીવે છે. આ આદત સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. આમ કરવાથી ખોરાકમાં રહેલું ન્યૂટ્રિશનની અસર શરીર પર જોવા મળતી નથી.

ખાધા પછી સ્નાન

જો તમે ખાધા પછી સ્નાન કરવાનું પસંદ કરો છો તો તેની સીધી અસર તમારા પાચન તંત્ર પર પડે છે અને અપચાની સમસ્યા થાય છે.

ચા

ખાધા પછી જો ચા પીવો છો તો તેમાં રહેલું નિકોટીન તમારા શરીરના પ્રોટીનને શોષી લે છે. આનાથી રેડ બ્લડ સેલ્સ ઓછા બને છે.

પાણી

વધારે પડતા લોકો ખાધા પછી તરત પાણી પીવે છે, પરંતુ આમ કરવાથી ખોરાક સારી રીતે પચતો નથી, ખાધા પછી અડધો કલાક પછી પાણી પીવું જોઇએ.

કસરત

ખાધા પછી કસરત ના કરવી જોઇએ. આનાથી તમારા પાચન તંત્ર પર ખરાબ અસર થાય છે, અને ઉલ્ટી, પેટના દુખાવા જેવી સમસ્યા થઇ શકે છે.

કોફી પીવી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે