બાળકોને ખવડાવો રાગી, મળશે આ 5 ફાયદા
By hariom sharma
2023-04-24, 08:00 IST
gujaratijagran.com
રાગીના પોષકતત્ત્વો
- પ્રોટીન - ફેટ - કાર્બોહાઇડ્રેટ - કેલ્શિયમ - ફાયબર - એનર્જી
એનીમિયાથી બચો
રાગીમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. આનું સેવન બાળકોના શરીરમાં હિમોગ્લોબિનની માત્રા વધારે છે. આનાથી એનીમિયાનું જોખમ રહેતું નથી.
હાડકા મજબૂત
રાગીમાં કેલ્શિયમ રહેલું હોય છે, આનાથી બાળકોના હાડકાનો વિકાસ થાય છે. આનાથી તેમના દાંત મજબૂત રહે છે. તેની સાથે આમાં વિટામિન સી પણ હોય છે.
પેટ માટે ગુણકારી
રાગીમાં આયર્ન, ફાયબરના ગુણો હોય છે. આના સેવથી બાળકોને સ્થૂળતાની સમસ્યા થતી નથી. સાથે જ પેટને લગતી સમસ્યા દૂર થાય છે.
પ્રોટીનથી ભરપૂર
રાગીમાં એમીનો એસિડ હોય છે જે ત્વચા અને વાળ માટે ગુણકારી હોય છે. આના સેવનથી સ્નાયુઓ અને ટિશૂજને રિપેર કરવામાં મદદ મળે છે.
સારી ઊંઘ માટે
રાગીમાં એન્ટિઓક્સિડેન્ટ અને એમીનો એસિડ હોય છે જેનાથી શરીરના આરામ મળે છે. આનું સેવન કરવાથી બાળકોની ઊંઘના હાર્મોન ટ્રિપ્ટોફેનનો વધારો કરે છે.
ઝડપથી દાઢી વધારવા આ 6 તેલ લગાવો
Explore More