ફરસી પુરી તો તમે ખાધી જ હશે, ચાલો આજે અમે તમને સાતમ- આઠમ પર પડવાળી પુરી બનાવવાની યુનિક રેસીપી જણાવીશું.
મેંદાનો લોટ, ઘઉંનો લોટ, મીઠું, અજમો, ઘી, તેલ, કાળા મરી પાવડર, પાણી.
એક બાઉલમાં મેંદાનો લોટ, ઘઉંનો લોટ, મીઠું, અજમો,ઘી, કાળા મરીનો પાઉડર વગેરે સારી રીતે મિક્સ કરી લો.
હવે તેમાં થોડુ પાણી નાખીને લોટ બાંધી પછી તેને 20 મિનિટ માટે સેટ થવા દો.
લોટમાંથી લૂઆ બનાવી થોડું ઘી લગાવીને વેલણ વડે રોટલીની જેમ વણી લો.
હવે એક પછી એક એમ ત્રણ રોટલી પર ઘી અને લોટની પેસ્ટ લગાવી દો અને ત્રણ પડ વારી પુરીનો રોલ બનવો.
આ રોલના 1 ઇંચના ટુકડા કરી ફરીથી પાટલા પર પુરી વણીને એક કડાઈમાં તેલ ગરમ કરી પુરીને તળી લો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.