સાતમ આઠમના તહેવારમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં દરેક ઘરે આ મીઠાઈની રેસીપી બનાવવામાં આવતી હોય, નોંધી લો સરળ રીત.
ઘઉંનો લોટ,ખાંડ, પાણી, ઘી, ગરમ દૂધ,ઇલાઇચી પાઉડર, નારિયેળનું કોપરું, બદામ, પિસ્તા.
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ, ઘી, ગરમ દૂધ, પાણી ઉમેરીને મિક્સ કરી મૂઠીયા વાળીને એક કડાઈમાં તેલ ગરમ કરી મૂઠીયાને તળી લો.
હવે મૂઠીયાને એક મિક્સર જારમાં નાખી પીસીને કરકરા લોટ જેવું બનાવીને એક બાઉલમાં કાઢી લો.
હવે એક કડાઈમાં પાણી, ખાંડ, ઇલાઇચી પાઉડર નાખી ચાસણી બનાવી તેમાં ઘઉંના લાટનું મિશ્રણ ઉમેરીને મિક્સ કરી લો.
હવે આ મિશ્રણને સારી રીતે પકાવને એક થાળીમાં કાઢી તાવીથા વડે ફેલાવી દો.
હવે તેની ઉપર નારિયેળનું કોપરું, બદામ-પીસ્તા ગાર્નિશ કરીને છરીની મદદથી ટુકડા કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.