Buff Vada Recipe: નવરાત્રીમાં ઉપવાસ માટે ઘરે બનાવો ફરાળી બફવડા


By Vanraj Dabhi11, Oct 2024 12:04 PMgujaratijagran.com

ફરાળી બફવડા

નવરાત્રીમાં ઉપવાસ દરમિયાન તમે ફરાળ માટે યુનિક રેસીપી ટ્રાય કરવા માંગતા હવો તો તમે, ઘરે ફરાળી બફવડા બનાવી શકો છો.

સામગ્રી

બટાકા, તલ, સિંગદાણનો ભુક્કો, દ્રાક્ષ, બદામ, કાજુ, ખાંડ, લાલ મરચું, લીલા મરચાં, શિંગોડાનો લોટ, ગરમ મસાલો, રોક મીઠું, તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ બટાકા બાફી પછી બટાકાને છાલ ઉતારીને મેશ કરી લો.

સ્ટેપ-2

શેકેલા સિંગદાણાનો ભુક્કો, લીલા મરચાની પેસ્ટ, કાજુના ટુકડા, બદામના ટુકડા, દ્રાક્ષ, ખાંડ, ગરમ મસાલો, મીઠું આ બધી વસ્તુ નાખીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તૈયાર કરેલ મિશ્રણમાંથી ગોળ લૂઆ બનાવી લો.

સ્ટેપ-4

હવે એક બાઉલમાં શિંગોડાનું ઘટ્ટ ખીરુ તૈયાર કરી લો.

સ્ટેપ-5

હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને પછી ખીરામાં ડીપ કરી વડાને તેલમાં તળી લો.

સર્વ કરો

તૈયાર છે ફરાળી બફવડા, તમે ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Navratri Special Recipe: નવરાત્રીના ઉપવાસ માટે ઘરે ટ્રાય કરો મખાના મગફળીની ચાટ