નવરાત્રીમાં સુરતના આ ફેમસ સ્ટ્રીટ ફૂડનો આનંદ માણો


By Vanraj Dabhi01, Oct 2024 12:51 PMgujaratijagran.com

સુરતનું સ્ટ્રીટ ફૂડ

સુરત ખાણી-પીણી માટે ખૂબ જ જાણીતું છે, સુરત જવાનું થાય તો તમે આ સ્ટ્રીટ ફૂડનો આનંદ માણી શકો છો.

સુરતી સેવ ખમણી

સુરતનું ફેમસ ફુડ અને શ્રેષ્ઠમાં સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડમાં સુરતી સેવા ખમણીનું નામ લેવું જ પડે.આ સ્ટ્રીટ ફૂડ ચણાની દાળ અને ખાંડ સાથે આદુ,લસણ અને મરચાંના મિશ્રણ સાથે બનાવવામાં આવે છે.

સુરતી ગોટા

સુરતના ફેમસ સ્ટ્રીટ ફૂડમાંથી એક ભજીયા પણ તમારા સ્વાદ ટેસ્ટફુલ બનાવે છે.તમે ડુંગળીના ભજીયા, રતાલુ ભજીયા અને આલુ પકોડા વગેરે સુરતના શ્રેષ્ઠ અને સ્વાદિષ્ટ ગોટા છે.

રસાવાળા ખમણ ઢોકળા

ગુજરાતી ભોજન ખમણ વગર અધુરું છે. રસાવાળા ખમણ ઢોકળામાં તમને ગુજરાતી ટેસ્ટ મળે છે.

નાનખટાઈ

નાનખટાઈએ ઘી,ઈલાયચી અને જાયફળની મદદથી બનાવવામાં આવેલ હળવા સોનેરી બિસ્કિટ છે. આ નાસ્તો તમને સુરતમાં દરેક શેરી-ગલીઓમાં જોવા મળશે.

ઊંધીયુ

ઊંધીયુ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને અદ્ભુત શાક છે, જે સુરતમાં ખૂબ જ ખાવામાં આવે છે તે અલગ-અલગ આઠ શાકભાજીમાંથી બનાવવામાં આવે છે.

બરફના ગોળા

ઉનાળાની કાળજાળ ગરમીમાં બરફના ગોલા ખાય છે.સુરતની ફેમસ વેનીલાઆઈસ્ક્રીમ,ડ્રાય ફ્રૂટ્સ અને વાઈબ્રન્ટ કલર વાળી આ ડીશ એકવાર જરૂર ટ્રાય કરવી જોઈએ.

વાંચતા રહો

રેસીપી ગમે તો તેને લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Snacks Recipe: નાસ્તા માટે ઘરે બનાવો ઓનિયન રિંગ્સ પકોડા