ગુજરાતમાં સફેદ રણ તરીકે જાણીતું કચ્છ અજાયબીના સુંદર સ્થળોનું ઘર છે. આવું જ એક ભુજ શહેર છે જ્યાં ઘણા ફરવાલાયક રમણિય સ્થળો છે.
કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરમાં માનવસર્જિત ઐતિહાસિક તળાવ આવેલું છે. આ તળવા 28 એકરમાં ફેલાયેલુ છે અને તેની આસપાસ સુંદર બગીચા આવેલા છે.
ભુજ શહેરથી નજીક આવેલ ભુજિયો ડુંગર ફરવા લાયક સ્થળઓ પૈકીનું એક માત્ર આ રમણિય સ્થળ છે.
ભુજ શહેરમાં ખેંગારજી પાર્ક સામે, હમીરસર તળાવ રોડ પર શરદબાગ પેલેસ આવેલ છે, તમારે એકવાર તેની મુલાકાત કરવી જોઈએ.
અઢારમી સદીના કચ્છનું અગ્રગણ્ય સ્થાપત્ય છે,કચ્છના રાજા રાવશ્રી લખપતજીની છતરડી ભુજના મહાદેવ નાકા બહાર આવેલી છે.
ગુજરાતનું સૌથી પ્રાચીન સંગ્રહાલય છે. તે કચ્છના ભુજ શહેરમાં હમીરસર તળાવની સામે આવેલું છે.
કચ્છ તેના કલા, સંગીત, નૃત્ય કે હસ્તકલા માટે જાણીતું છે, તમે કચ્છના ભુજમાં આવેલ જૂના ઉમેદ નગર ખાતે ભારતીય સંસ્કૃતિ દર્શન સંગ્રહાલય આવેલ છે.
રાવ લખપતજી દ્વારા બનાવવામાં આવેલ આયના મહેલ ભુજમાં જોવાલાયક સ્થળો પૈકીનું એક છે.
આ તીર્થધામ શ્રી સ્વામિનારાયણ રોડ, સિટી પોલીસ સ્ટેશન સામે, ઘનશ્યામ નગર, ભુજ ખાતે આવેલ છે.