આ ઉનાળામાં ઠંડક અને હળવાશની પળો માણવા અમદાવાદના આ 8 પાર્કની સેર કરો


By Smith Taral07, Mar 2024 02:50 PMgujaratijagran.com

અમદાવાદ શહેર સીટી ઓફ વોલ તરીકે ઓળખાય છે અને અહીં લીલાછમ બગીચાઓ પણ આવેલા છે. ઉનાળાની સિઝનમાં આપણે છાંયડા અને ઠંડક વાળી જગ્યા શોઘતા હોઈએ છ, તેવામાં તમે અમદાવાદના ખુશનુમાં બગીચાની સેર કરી શકો છો.

લો ગાર્ડન

અમદાવાદમાં લો ગાર્ડન જાહેર જનતા માટે ખુલ્લો હોય છે જેની જાળવણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. આ વૃક્ષોથી ઘેરાયેલ પાર્કમા શાંતિપૂર્ણ વાતાવરણનો આનંદ માણી શકો છો.

પરિમલ ગાર્ડન

પરિમલ ગાર્ડન ફિટનેસ ફ્રીક્સ લોકો માટેની બેસ્ટ જગ્યા છે. આ બગીચામાં દરરોજ સવારે તેમજ સાંજે લોકો જોગિંગ, વોકિંગ અથવા દોડવા માટે આવે છે.

વસ્ત્રાપૂર લેક

વસ્ત્રાપૂર લેકની વચ્ચે તળાવ બનાવવામાં આવ્યું છે જેની ચારે બાજુ બગીચો છે જ્યા લોકો નિયમિત કસરત કરવા આવે છે. અહીંનો નઝારો પણ ખૂબ સુંદર છે.

વિક્ટોરિયા ગાર્ડન

આ ઐતિહાસિક બગીચો છે જે રાણી વિક્ટોરિયાના માનમાં બનાવવામાં આવ્યો હતો. આ ગાર્ડનમાં રાણી વિક્ટોરિયાની મૂર્તી પણ છે .આ બગીચામાં લોકો કસરતો કરવા અને હળવાશની પળો માણવા આવે છે

સાબરમતી રિવર ફ્રન્ટ

સાબરમતી રિવર ફ્રન્ટર લોકો ઠંડી હવાનો આનંદ લેવા જાય છે. મિત્રો અને પરિવારો સાથે સમય પસાર કરવા માટે આ એક સુંદર સ્થળ છે. અહીંયા સવારમાં લોકો સાઈકલીંગ કરવા પણ આવે છે.

વન્ડરલેન્ડ સ્નો પાર્ક

મણિયાર વન્ડરલેન્ડ સ્નો પાર્ક એક આર્ટીફીશીયલ સ્નો પાર્ક છે જે બાળકોના મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે.

ઈન્દ્રોડા નેચર પાર્ક

ઈન્દ્રોડા નેચર પાર્ક અમદાવાદથી થોડે દૂર ગાઘીનગરમાં આવેલો છે. આ પાર્ક મા પ્રાણી સંગ્રાહલય પણ છે જેમા ઘણા જંગલી પ્રાણીઓ જેવા શિયાળ, શાહુડી, વાઘ, સિંહ, મગર સરિસૃપની ઘણી પ્રજાતિઓ છે.

આ છે ગુજરાતના પ્રખ્યાત મંદિરો જેની મુલાકાત તમે લઈ શકો છો