વાર્ષિક શૈક્ષણિક સત્રની ફાઇનલ પરીક્ષા બાદ ઉનાળું વેકેશન શરૂ થશે.
દરેક લોકો વેકેશન એન્જોય કરવા માટે વિવિધ જગ્યાઓ શોધતા હોય છે.
આજે અમે તમને ગુજરાતના એવા દરિયાકિનારા શેર કરીશું જ્યા તમે વેકેશનની મજા માણી શકો છો.
બાર જ્યોર્તિલિંગ પૈકીનું પ્રથમ જ્યોર્તિલિંગ ગુજરાતના સોમનાથ ખાતે આવેલ છે, તેથી સોમનાથ બીચ (Somanth Beach) પર્યટકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે, અહીંનો સુંદર નજારો તમારી ટ્રીપને યાદગાર બનાવી શકે છે.
દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણની નગરી છે. તમે અહીં આવેલ સુંદર દ્વારકા બીચની સફર કરી શકો છો.
ગુજરાતના કચ્છમાં આવેલો માંડવી બીચ (Mandvi Beach) સનસેટના સુંદર નજારા માટે જાણિતો છે. તમે અહીં ઘોડા અને ઉંટની સવારી કરીને બીચનો આનંદ માણી શકો છો.
ગુજરાતમાં પોરબંદરમાં ચોપાટી બીચ (Chowpatty Beach) દેશના સૌથી સ્વચ્છ દરિયા કિનારામાંથી એક છે. આ બીજ ફેમિલી વેકેશન માટે બેસ્ટ છે.
ગુજરતનો માધવપુર બીચ (Madhavpur Beach) ઘણાં ફંક્શન્સના સેલિબ્રેશન માટે જાણિતો છે. અહીં તમે ઉંટની સવારી, લોકલ વસ્તુનું શોપિંગ અને ગુજરાતી ફૂડની લિજ્જત માણી શકો છો.
દીવમાં આવેલ આ બીચ ખૂબ પ્રખ્યાત છે,અહીં ફરવા માટે ટુરિસ્ટો મોટા પ્રમાણમાં આવે છે.
ગીર સોમનાથનો રમણિય બીચ એટલે ચોરવાડ બીચ. શિયાળા અને ઉનાળાનો સમય અહીં આવવા માટે ઉત્તમ છે.
કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું પિંગ્લેશ્વર ગુજરાતના સૌથી શ્રેષ્ઠ અને સુંદર બીચોમાનું એક છે. તે કચ્છથી 100 કીમી. દુર આવેલું છે.
સુરતથી 21 કિમી દૂર આવેલો છે. આ બીચ ખૂબ જ રળિયામણો છે. શનિ-રવિની રજામાં જાણે આખું સુરત અહીં ઉમટી પડે છે.
સુરત શહેરથી 24 કિમી આવેલું આ સ્થળ ખૂબ જ શાંત છે. આ બીચ ખૂબ જ સ્વચ્છ અને રમણીય છે.
ગોપનાથ ભાવનગરથી 75 કીમી દુર આવેલું છે. ગુજરાતના અન્ય દરિયાકાંઠાની જેમ ગોપનાથમાં પણ સુંદર દરિયાકાંઠાના દર્શન થઇ શકે છે.
તિથલબીચ પણ નારગોલ બીચની જેમ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલું છે.