Shiva Temples in Gujarat:આ મહાશિવરાત્રી પર ગુજરાતમાં આવેલ 8 શિવ મંદિરોની મુલાકાત


By Vanraj Dabhi21, Feb 2025 11:45 AMgujaratijagran.com

શિવ મંદિરો

મહાશિવરાત્રીના તહેવાર પર ભગવાન શિવના ભક્તો ભારે ઉત્સાહથી ઉજવે છે, ગુજરાતના અનેક શિવ મંદિરો આ ખાસ પ્રસંગને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે.

ભગવાન શિવના નામ

હિન્દુ ધર્મમાં ભગવાન શિવને મહાદેવ, ભોલેનાથ, શંકર અને વિનાશક વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે.

ગુજરાતના શિવ મંદિર

આજે અમે તમને મહાશિવરાત્રી પર ગુજરાતમાં આવેલા પ્રખ્યાત શિવ મંદિરો વિશે જણાવીશું, તમે અહીં મહાશિવરાત્રીપર ચોક્કસ મુલાકાત કરી શકો છો.

સોમનાથ મંદિર વેરાવળ

સૌથી પવિત્ર શિવ મંદિરોમાંનું એક સોમનાથ મહાદેવ મંદિર છે. જે અરબી સમુદ્ર અને સોમનાથ બીચ પાસે આવેલ છે.

ભડકેશ્વર મહાદેવ મંદિર દ્વારકા

પાંચ હજાર વર્ષ પહેલાં દ્વારકા નજીક અરબી સમુદ્રમાં એક શિવલિંગ પ્રગટ થયું હતું, જેને શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે.

નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર દ્વારકા

બાર જ્યોતિર્લિંગ પૈકીનું દ્વારકા ખાતે આવેલ નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર છે, જ્યાં ભગવાન શિવના ગળામાં સાપવાળી વિશાળ મૂર્તી છે.

ભવનાથ મહાદેવ મંદિર જૂનાગઢ

આ પ્રાચીન હિન્દુ મંદિર પૈકીનું એક શિવ મંદિર જૂનાગઢના ભવનાથ તળેટીમાં આવેલું છે.

કોટેશ્વર મંદિર કચ્છ

રાવણને ભગવાન શિવ તરફથી મહાન આધ્યાત્મિક શક્તિના શિવલિંગનું વરદાન મળ્યું હતું, કારણ કે તે ધર્મનિષ્ઠ હતો. પરંતુ રાવણનો ઘમંડ કોટેશ્વર ખાતે જમીન પર પડી ગયો, જે બાદ કોટેશ્વર મંદિર બનાવવામાં આવ્યું હોવાનો મહિમા છે.

ત્રિનેત્રેશ્વર મંદિર તરણેતર

પ્રાચીન મંદિરો પૈકીનું એક ત્રિનેત્રેશ્વર મંદિર સુરેન્દ્રનગર જીલ્લાના થાન નજીક આવેલ પ્રખ્યાત તરણેતર મેળાના પટાંગણ આલેવ આ મંદિરમાં 2 શિવલિંગ છે.

નિષ્કલંક મહાદેવ મંદિર ભાવનગર

ભાવનગરના દરિયા કિનારે આવેલ આ મંદિર 5 અલગ સ્વયંભૂ શિવલિંગ છે. ભરતી દરમિયાન આ મૂર્તિ ડૂબી જાય છે.

ગળતેશ્વર મંદિર ડાકોર

ગળતેશ્વર મહાદેવ મંદિર ખેડા જિલ્લાના સરનાલ ગામ નજીક ગળતા અને મહી નદીઓના સંગમ પર આવેલું છે.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Best Beaches in Gujarat: ઉનાળું વેકેશન માટે ગુજરાતના બેસ્ટ બીચ