Best Beaches in Gujarat: ઉનાળું વેકેશન માટે ગુજરાતના બેસ્ટ બીચ


By Vanraj Dabhi14, Feb 2025 12:09 PMgujaratijagran.com

ઉનાળું વેકેશન

જો તમે ઉનાળું વેકેશનમાં બીચ પર ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હોવ તો, ગુજરાતના આ બીચની ચોક્કસ મુલાકાત લો.

ગુજરાતના બેસ્ટ બીચ

ગુજરાતમાં પણ ગોવાના બીચને ટક્કર મારે એવા ઘણા સારા બીચ આવેલા છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું.

દમણ દિવ બીચ

મુંબઈની નજીક અરબ સાગરમાં ખાતે દ્વિપ સમૂહ આવેલ છે, જ્યાં ભારતનો એક કેન્દ્ર શાસિત પ્રદેશ દિવ દમણ આવેલ છે. અહીં તમે ઉનાળું વેકેશનમાં બીચનો આનંદ માણી શકો છો.

માધવપુર બીચ

માધવપુર સમુદ્ર કિનારાની રેતી સુંદર છે તેમજ દરિયાનું પાણી શાંત અને ભૂરાશ પડતા રંગનું છે. તેમજ તેનું પાણી છીછરું હોવાથી તમે ઉનાળામાં અહીં વેકેશનનો ભરપુર આનંદ માણી શકો છો.

તિથલ બીચ

દક્ષિણ ગુજરાતમાં સુરત અને ઉમરગાંઉની વચ્ચે આ બીચ આવેલ છે, સરકારે આ બીચને ટૂરિઝમ બીચ તરિકે વિકસાવવાનું નક્કી કર્યું છે, તેથી તમે ઉનાળું વેકેશન માટે અહીં જઈ શકો છો.

સોમનાથ બીચ

સૌરાષ્ટ્રના હાર્દસમો સોમનાથ બીચ ભારતના સૌથી શ્રેષ્ઠ સમુદ્ર કિનારા પૈકીનો એક છે. અહીં 12 જ્યોર્તિલિંગમાનું એક પ્રથમ શિવ મંદિર આવેલું છે. તમે ઉનાળું વેકેશનમાં અહીં ટ્રીપનું આયોજન કરી શકો છો.

નારગોલ બીચ

દક્ષિણ ગુજરાતના વલસાડ ખાતે આ બીચ આવેલ છે, તેની આસપાસ સુરત અને દહેજ જેવા બે વિશાળ પોર્ટ આવેલ છે. તેથી તમે અહીં ઉનાળું વેકેશનનો ભરપૂર આનંદ માણી શકો છો.

પિંગ્લેશ્વર બીચ

કચ્છ જિલ્લાના અબડાસા ખાતે પિંગ્લેશ્વર બીચ આવેલ છે, પિંગ્લેશ્વર સુંદરતાની દ્રષ્ટિએ બેસ્ટ લોકેશન છે અને અહીં આવેલું શિવ મંદિર પણ ખૂબ જ પ્રખ્યાત છે.

વાંચતા રહો

ટ્રાવેલ સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Kiss Day 2025: કિસ ડે સેલિબ્રેટ કરવા માટે અમદાવાદના બેસ્ટ રોમેન્ટીક પ્લેસ