પ્લાસ્ટિક પર પ્રતિબંધમાં ઘોર નિષ્ફળતા, કાયદો જાણે કાગળ પર જ રહ્યો


By Nileshkumar Zinzuwadiya2023-04-26, 15:41 ISTgujaratijagran.com

પ્લાસ્ટિક ઉત્પાદનો પર પ્રતિબંધ

સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિક ઉત્પાદનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યાને આશરે 10 મહિના બાદ પણ દેશના મોટાભાગના ભાગોમાં તેનો ઉપયોગ બિલકુલ સામાન્ય છે.

વિશેષ સુધારાનો અભાવ

વિશેષ ચિંતાજનક વાત એ છે કે ઉપયોગ કર્યાં બાદ છોડી દેવામાં આવેલા પ્લાસ્ટિક ઉત્પાદનોના સંગ્રહ તથા સુરક્ષિત નિકાલના મોરચે વિશેષ સુધારા જોવા મળ્યા નથી.

જાહેર પ્રદૂષણની સમસ્યા યથાવત

સિંગલ યૂઝ પ્લાસ્ટિક સાથે જોડાયેલા જાહેર પ્રદૂષણની સમસ્યા લગભગ યથાવત જ છે. સિંગલ યૂઝ પ્લાસ્ટિક માર્ગો પર વિખેરાયેલા હોવા ઉપરાંત કચરો ફેકવાની જગ્યા પર પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે.

જળસ્રોતો પણ પ્રદૂષિત

નદીઓ, જાહેર સ્થળો, પર્યટન સ્થળો તથા જળ સ્રોતો નજીક મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક જોવા મળે છે. હજુ પણ અર્થતંત્રના નીચલા સ્તરે વ્યાપક પ્રમાણમાં પ્લાસ્ટિક સામગ્રી, પાણીની બોટલો, કેરી બેગનો ધૂમ ઉપયોગ થાય છે

નબળુ અમલીકરણ

પ્લાસ્ટિક પ્રદૂષણની સમસ્યાના મૂળમાં પ્લાસ્ટિક કચરાનું અસરકારક નિયંત્રણ કરવાને લગતા કાયદાનો નબળા અમલીકરણને જવાબદાર માનવામાં આવે છે. મોટાભાગના રાજ્યોએ આ કાર્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સોંપી દીધુ હતું.

50MP કેમેરા સાથે Tecnoનો નવો ફોન લોન્ચ થયો, જાણો ફીચર્સ