વરસાદની સીઝનમાં બીમારીઓનું જોખમ ખૂબ જ વધી જાય છે. એવામાં હાલ આઇ ફ્લૂ ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે. આવો જાણીએ ફ્લૂથી બચવાના કેટલાક સરળ ઉપાય વિશે.
આંખોને સંક્રમણથી બચાવ માટે તમે થોડી થોડી વારમાં પોતાના હાથ વોશ કરવા જોઇએ. કારણ કે જો તમે તમારા ગંદા હાથ તમારી આંખો પર લગાવો છો, તો આંખેને લગતી સમસ્યા થઇ શકે છે.
આઇ ફ્લૂથી પોતાના બચાવ કરવા માટે કોઇ પણ સંક્રમિત વ્યક્તિથી આઇ કોન્ટેક્ટ કરવાથી બચવું જોઇએ. હંમેશાં થોડા દૂર રહીને વાત કરો.
જે વ્યક્તિને આઇ ફ્લૂ છે, તેના કપડા, બેડ, રૂમાલ વગેરે વસ્તુઓનો ઉપયોગ કરવાથી બચવું જોઇએ. જો ઘરમાં કોઇ વ્યક્તિ સંક્રમિત છે, તો તેની ઉપયોગ કરેલી વસ્તુઓને સાફ રાખો.
આઇ ફ્લૂથી બચવા માટે આંખોને વારંવાર અડવું નહીં. સાથે સાથે આંખોની ચોળવી પણ નહીં. થોડી થોડી વારે આંખોને સાફ પાણીથી ધોતા રહો.
તમારી આસપાસ સફાઇ રાખવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. આનાથી આઇ ફ્લૂથી બચી શકાય છે, સાથે અન્ય રોગોથી પણ બચાવ થાય છે.