ઈંધણ અને ઈલેક્ટ્રોનિક સામાનની નિકાસ વધી, કોવિડ મહામારી બાદ સ્થિતિ બદલાઈ


By Nilesh Zinzuwadiya21, Apr 2023 04:56 PMgujaratijagran.com

કોવિડ મહામારી

કોવિડ મહામારી બાદ ભારતમાંથી પેટ્રોલિયમ અને ઈલેક્ટ્રોનિક સામાનની નિકાસમાં વૃદ્ધિ થઈ છે. શ્રમ સાથે જોડાયેલ ક્ષેત્રો જેવા કે રત્ન-આભૂષણ, રેડિમેડ વસ્ત્રોની નિકાસ વૃદ્ધિ દરમાં ઘટાડો થયો છે.

પેટ્રોલિયમ પેદાશો

વાણિજ્ય મંત્રાલયની માહિતી પ્રમાણે આંકડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું. ભારતમાં કુલ નિકાસમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ હિસ્સેદારી વધી છે

નિકાસ હિસ્સેદારી વધી

નાણાંકીય વર્ષ 2020માં પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ હિસ્સેદારી 13.2 ટકા હતી. તે નાણાકીય વર્ષ 2023માં વધીને 21.1 ટકા થઈ ગઈ છે. ઈલેક્ટ્રોનિક સામાનની નિકાસ હિસ્સેદારી વર્ષ 2020માં 3.7%થી વધી 5.3% થઈ

રત્ન-આભૂષણની નિકાસ ઘટી

રત્ન-આભૂષણની નિકાસ 11.5 ટકા હતી અને તે નાણાકીય વર્ષ 2023માં ઘટીને 8.5 ટકા થઈ ગઈ છે. એન્જીનિયરિંગની નિકાસ પણ ઘટી છે.

પેટ્રોલિયમ પેદાશોની આયાત વધી

ભારતની આાતમાં પેટ્રોલિયમની હિસ્સેદારી વધી છે. યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારબાદ ભારતે રશિયામાંથી મોટા પ્રમાણમાં સસ્તા ઓઈલની માંગ શરૂ કરી હતી. પેટ્રોલિયમ પેદાશોની કુલ આયાત 27.5 ટકાથી વધી 29.3 ટકા થઈ છે.

'મન કી બાત' 100 એપિસોડ પૂરા થવા પ્રસંગે સરકાર રૂપિયા 100નો સિક્કો રજૂ કરશે