સતત ત્રીજા મહિને નિકાસમાં થયો ઘટાડો, વ્યાપાર ખાધ 20 મહિનાના નીચા સ્તરે


By Nileshkumar Zinzuwadiya2023-05-15, 23:15 ISTgujaratijagran.com

નિકાસ 12.7 ટકા ઘટી 34.66 અબજ ડોલર

દેશમાંથી નિકાસમાં સતત ત્રીજા મહિને ઘટાડો થયો છે. એપ્રિલ,2023માં વાર્ષિક ધોરણે નિકાસ 12.7 ટકા ઘટી 34.66 અબજ ડોલર થઈ છે.

આયાત 14 ટકા ઘટી 49.90 અબજ ડોલર

દેશની આયાત પણ અગાઉની તુલનામાં આશરે 14 ટકા ઘટી 49.9 અબજ ડોલર થઈ છે. એપ્રિલ,2022માં 58.05 અબજ ડોલર આયાત થયેલી

વ્યાપાર ખાધમાં ઘટાડો

એપ્રિલમાં દેશની વ્યાપાર ખાધ 15.24 અબજ ડોલર રહી છે,જે 20 મહિનામાં સૌથી ઓછી છે. ઓગસ્ટ,2021માં આ ખાધ 13.81 અબજ ડોલર હતી.

યુરોપ અને અમેરિકામાંથી સુસ્ત નિકાસ

યુરોપ અને અમેરિકામાં માંગ સુસ્ત રહેવાને લીધે નિકાસમાં ઘટાડો થયો છે. અલબત આગામી બે મહિનામાં નિકાસ અંદાજ સારો છે.

16 મે 2023નું રાશિફળ | Your Daily Horoscope Today May 16, 2023