વિકસિત દેશોમાં આર્થિક મંદી અને મોંઘવારી વચ્ચે માંગ ઘટવાને લીધે જૂનમાં દેશમાંથી 32.97 અબજ ડોલરની ચીજવસ્તુઓની નિકાસ તઈ હતી, જે એક વર્ષ અગાઉની તુલનામાં 22 ટકા ઓછી છે.
આ ઘટાડા પાછળનું કારણ ગયા વર્ષના જૂન મહિનામાં નિકાસ ઘણી વધારે રહી હતી, જોકે મે, 2020માં નિકાસમાં 35 ટકાનો ઘટાડો થયા બાદ સૌથી વધારે ઘટાડો રહ્યો છે.
ગયા મહિને વસ્તુઓની આયાત પણ 17 ટકા ઓછી થઈ 53.1 અબજ ડોલર રહી છે, જે સપ્ટેમ્બર,2020 બાદ સૌથી ઓછી છે. આ વર્ષે મે મહિનાની તુલનામાં જૂનમાં આયાત 7 ટકા ઘટી છે.
નિકાસ અને આયાતમાં ઝડપભેર ઘટાડો થવાથી દેશમાં વ્યાપાર ખાધ પણ ઓછી થઈ છે. વ્યાપાર ખાધ 20.13 અબજ ડોલર રહી છે. જે ગયા વર્ષના જૂન મહિનામાં 22.06 અબજ ડોલર હતું.
ઉત્તર અમેરિકા અને યુરોપ જેવા મહત્વના વિસ્તારોમાં મંદીમય સ્થિતિ વચ્ચે નિકાસને અસર થઈ છે. દુનિયામાં મંદી અને ફુગાવાજન્ય સ્થિતિ જોવા મળી રહી છે.