ઉનાળાના વેકેશનમાં ખાસ એક્સપ્લોર કરો ગુજરાતના આ ટૂરિસ્ટ પ્લેસ


By Kisankumar Sureshkumar Prajapati2023-05-03, 17:25 ISTgujaratijagran.com

દ્વારકા

ગુજરાતનું દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણ અને તેમની પૌરાણિક કથા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ધાર્મિક મહત્ત્વ ધરાવતું દ્વારકાનગરી ચારધામમાંથી એક છે.

સોમનાથ મંદિર

12 જ્યોતિર્લિંગમાંથી પહેલું જ્યોતિર્લિંગ સોમનાથનું ઘણું પૌરાણિક મહત્ત્વ છે. અહીં મંત્રમુગ્ધ કરતો દરિયા કિનારો, મ્યુઝિયમ અને ચટાકેદાર ફૂડ ફરવા આવતાં લોકો અચૂક ટ્રાય કરે છે.

કચ્છ

ગુજરાતનો સૌથી મોટો જિલ્લા કચ્છમાં દરિયો, રણ અને ડુંગર આ ત્રણેય વસ્તુ જોવાલાયક સ્થળ છે. અહીંથી ભારત-પાકિસ્તાનની બોર્ડર અને કચ્છનું અફાટ રણ પણ ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે એક્સપ્લોર કરી શકાય છે.

ગીર નેશનલ પાર્ક

અશિયાટિક ડાલામથ્થા સહિત અનેક પ્રાણી હોય એવું ગીર નેશનલ પાર્ક વિશ્વ વિખ્યા છે. અહીં ફરવા માટે દેશ વિદેશના લોકો આવે છે. અહીં પહાડ અને મનમોહક નદીઓ પણ જોવા મળે છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી

વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ નર્મદા ડેમના કિનારે આવેલું છે. અહીં ફરવા માટે સરદાર સરોવર ડેમ અને અન્ય સાઇટસીન જોવા માટે લોકો આવે છે.

પોરબંદર

મહાત્મા ગાંધીનું જન્મસ્થળ તરીકે જાણિતું ગુજરાતનું પોરબંદર ફરવા માટે બેસ્ટ પ્લેસ છે. અહીં મંદિર, દરિયા કિનારો, બંધ, જળાશય અને વન્યજીવ જેવી વસ્તુ જોવી એ સુખદ અનુભવ છે.

અમદાવાદ

ભારતના સાતમા સૌથી મોટા મહાનગર તરીકે પ્રચલિત ગુજરાતનું કેન્દ્ર અને સાબરમતી નદીના કિનારે વસેલું અમદાવાદ ફરવા માટે બેસ્ટ પ્લેસ છે. અહીં પ્રાચીન મંદિર, આકર્ષક મ્યૂઝિયમ, શાંત નદી, પવિત્ર નદીનો આનંદ લઈ શકાય

જૂનાગઢ

ગુજરાતનું જૂનાગઢ ઐતિહાસિક ધરોધર ધરાવતું શહેર છે. અહિં હિમાલય કરતાં પણ જૂનો ગિરનાર પર્વતના દર્શને લાખો લોકો આવે છે. જૂનાગઢ તેના ઇતિહાસ, અદભૂત વાસ્તુકલા, ધાર્મિક સ્થળ માટે જાણિતું છે.

સાપુતારા

ગુજરતાના દક્ષિણ ભાગમાં આવેલું સાપુતારા એક માત્ર હિલ સ્ટેશન છે. જે દરિયાની સપાટીથી લગભગ 1000 મીટરની ઉંચાઈ પર સ્થિત છે. સહ્યાદ્રી પર્વતમાળાથી ઘેરાયેલું આ હિલ સ્ટેશન તમને પ્રાકૃતિક સુંદરતામાં મોહી લેશે.

સાવધાન! જરૂરતથી વધારે પ્રોટીનનું સેવન કરવાથી શરીરને થઈ શકે છે નુક્સાન, જાણી લો સાઈડ ઈફેક્ટ