ભારતના સૌથી ગંદા હિલ સ્ટેશન, વેકેશનમાં જવાનું પ્લાનિંગ કરતાં હોય તો વિચારી લેજો
By Sanket M Parekh2023-05-02, 16:14 ISTgujaratijagran.com
દાર્જિલિંગ
નોર્થ-ઈસ્ટમાં આવેલ કોઈ હિલ સ્ટેશનની વાત થાય, તો સૌથી પહેલું નામ દાર્જિલિંગનું આવે છે. જો કે સૌથી ગંદા હિલ સ્ટેશનની લિસ્ટમાં દાર્જિલિંગ સૌથી ટૉપ પર મનાય છે.
શિમલા
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા એક એવી જગ્યાં છે. જ્યા પ્રતિદિન લાખો લોકો ફરવા માટે આવે છે. અહીં એટલી ભીડ રહે છે કે, ચોતરફ ગંદગી જોવા મળે છે.
પંચમઢી
મધ્ય પ્રદેશમાં ગણ્યાગાંઠ્યા હિલ સ્ટેશન છે, પરંતુ આ રાજ્યના સૌથી ગંદા હિલ સ્ટેશનની વાત થાય, તો પંચગઢીનું નામ લેવામાં આવે છે. અહીં પણ ખૂબ જ ભીડ રહે છે.
મેક્લોડગંજ
હિમાચલ પ્રદેશના મેક્લોડગંજ એક બેસ્ટ ડેસ્ટિનેશન મનાય છે, પરંતુ સૌથી ગંદા હિલ સ્ટેશનની યાદીમાં તેનું નામ પણ સામેલ છે.
કસોલ
કસોલને હિમાચલ પ્રદેશનો ખજાનો માનવામાં આવે છે, પરંતુ થોડા સમયથી આ ખજાના પર ગંદકીનો ડાઘ લાગી ચૂક્યો છે. કસોલની પણ ગંદા હિલ સ્ટેશનમાં ગણતરી થવા લાગી છે.
ઋષિકેશ
હિમાચલ પ્રદેશનું મેક્લોડગંજ કે કસોલ જ નહીં, પરંતુ ઉત્તરાખંડનું ઋષિકેશ પણ સૌથી ગંદા હિલ સ્ટેશન પૈકીનું એક છે. અહીં પણ ખૂબ જ ભીડ રહે છે.
જીરુ ફરી વખત મોંઘુ થયું, કિંમત નવી ઊંચાઈએ પહોંચી ગઈ