હોળીની રજામાં આ જગ્યાને કરો એક્સપ્લોર


By Kishan Prajapati25, Feb 2023 06:02 PMgujaratijagran.com

હોળીની રજા

8 માર્ચે હોળીનો તહેવાર ઉજવાશે. આ અવસરે ઘણાં લોકો પરિવાર સાથે ફરવા જવાનો પ્લાન પણ કરી રહ્યા છે. તે લોકો આ પ્લેસ એક્સપ્લોર કરી શકે છે.

ધર્મશાલા

માર્ચના સમયમાં ગરમીની શરૂઆત થાય છે અને હિલ સ્ટેશન ખીલી ઉઠે છે. આ દરમિયાન તમે ધર્મશાલા જઈ શકો છો.

ગુલમર્ગ

જો તમે બફરવર્ષાની મજા લેવા માગો છો. તો ગુલમર્ગમાં આ સિઝનની છેલ્લી બરફવર્ષાનો સમય છે. અહીં તમે બરફવર્ષાની મજા માણી શકો છો.

તવાંગ

શિયાળા અને ઉનાળાની વચ્ચેનો સમય તવાંગ માટે બેસ્ટ છે. રોમાન્ટિક ફીલિંગ માટે તમે તવાંગ જઈ શકો છો.

ગોવા

માર્ચ મહિનામાં ગોવામાં કાર્નિવલ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવામાં આવે છે. આ મહિનો ગોવા ફરવા માટે પરફેક્ટ હોય છે.

ઉદયપુર

લક્ઝરી વિકેન્ડ વિતાવવા માટે ઉદયપુર બેસ્ટ છે. અહીં તમે સિટી પેલેસ, લેક પેલેસ, વિન્ટેજ કાર મ્યુઝિયમ, જેસામંદ લેકનો આનંદ લઈ શકો છો.

વાયનાડ

ઘટાદાર જંગલો અને સુંદર પર્વતોથી ઘેરાયેલું વાયનાડ ફરવા માટે બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે. જો તમે ખુદને લોકોની ભીડથી અલગ હોળી સેલિબ્રેટ કરવા માગો છો તો વાયનાડ તમારા માટે સારો ઓપ્શન છે.

જિમ કોર્બેટ

દિલ્દી અથવા દિલ્હીની આસપાસ રહેતાં લોકો માટે જિમ કોર્બેટ બેસ્ટ પ્લેસ છે. અહીં જંગલ સફારીનો આનંદ લેવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.

આ દુનિયાની સૌથી ખતરનાક માછલીઓ