આજકાલની ખરાબ લાઈફસ્ટાઈલ અને ખરાબ ખાવાપીવાની આદતોને કારણે વજન વધવુ એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. એવામા ઘણા લોકો પોતાની પેટ પર જામેલી ચરબીને લઈને હેરાન રહે છે. ચલો જાણીએ કસરત કરવાની એવી 2 રીતો જેની મદદથી તમે તમારા પેટની ચરબી ઓછી કરી શકો છો.
સળિયા કે પાઈપના સહારે લટકીને કમરથી નીચેના ભાગને ઉપર ઉઠાવીને 90 ડિગ્રી એંગલ સુધી લઈને જવાનો પ્રયાસ કરો. આ દરમિયાન તમારા પેટના સ્નાયુઓ પર જોર નાખો. આમ કરવાથી તમને ખેંચાણનો અનુભવ થશે.
હવે ધીરે ઘીરે પગ નીચે લાવો અને આ પ્રકિયાને બીજીવાર કરો. આ દરમિયાન તમે નિંતબ અને માથાના ભાગને સ્થિર રાખો. આ કસરત કરવાથી પેટની ચરબી ઓછી થાય છે અને સ્નાયુઓ મજબૂત બને છે.
આ કરવા માટે સૌથી પહેલા જમીન પર મેટ પાથરીને બેસી જાઓ. તેના પછી ઘૂંટણોને વાળીને હાથોને ગરદનની પાછળ લઈ જઈને એકબીજાથી જોડો.
આ કસરત કરવાથી પેટની ચરબી ઓછી થાય છે. આ ઉપરાંત શરીરમા લચીલુપણુ પણ વધે છે.