ઘરોમા ડુંગળીનો ઉપયોગ અલગ અલગ શાકભાજી બનાવવા માટે થતો હોય છે જ્યારે ઘણા લોકો જમવાની સાથે સલાડ તરીકે પણ ઉપયોગ કરે છે. ચલો જાણીએ કાચી ડુંગળી ખાવાથી મળતા સ્વાસ્થ્ય સંબધિત ફાયદા વિશે.
ડુંગળીમા વિટામિન બી8, ફોલેટ, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, કોપર જેવા પોષકતત્વો રહેલા હોય છે.
જો તમને પેટ સાથે જોડાયેલી કોઈ સમસ્યા છે જેમકે કબજિયાત, અપચો, ગેસની સમસ્યાને દૂર કરવામા મદદ કરે છે. જેથી જમવાની સાથે સલાડ તરીકે કાચી ડુંગળીનો ઉપયોગ કરો. તે ફાઈબરના ગુણોથી ભરપૂર હોય છે.
ડુંગળીમા રહેલા ફ્લવેનોલ હોય છે જે શરીરમા બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે.
કેરેસેટિનથી ભરપૂર કાચી ડુંગળી ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે અને સારા કોલેસ્ટ્રોલમા વધારો થાય છે.
કાચી ડુંગળી ખાવાથી મોંમા રહેલા કીટાંણુ દૂર થાય છે. કાચી ડુંગળીનુ સેવન કરવાથી દાંતો સાથે જોડાયેલી સમસ્યાઓ પણ દૂર થાય છે.