ઠંડીમા નારિયેળનો લોટનુ સેવન કરવુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. નારિયેળનો લોટ સૂકા નારિયેળને મિક્ચરમા ગ્રાઈન્ડ કરીને બનાવવામા આવે છે.
નારિયેળમા પ્રોટીન, ફાઈબર, કાબ્રોહાઈડ્રેટ જેવા પોષકતત્વો રહેલા હોય છે, જે શરીરને સ્વસ્થ રાખે છે.
ખાવામા નારિયેળના લોટને સામેલ કરવાથી હાર્ટ સંબધિત સમસ્યાઓ દૂર રહે છે. નારિયેળના લોટનુ સેવન કરવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમા રહે છે.
નારિયેળના લોટમા ફાઈબરની માત્રા ખૂબ જ વધુ હોય છે. નારિયેળના લોટમા રહેલુ ફાઈબર પાચનતંત્ર સુધારે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે નારિયેળનો લોટ ખાવાથી ફાયદો મળે છે. નારિયેળના લોટમા રહેલુ ફાઈબર બ્લડ શુગરને કંટ્રોલ કરે છે.
નારિયેળના લોટનો તમે હલવો બનાવીને ખાઈ શકો છો. આ સિવાય ફ્રૂટ અને સલાડમા નારિયેળના લોટને ઉમેરીને તેનુ સેવન કરી શકો છો.