નબળી માંસપેશીઓને મજબૂત બનાવે છે આ એક્સરસાઈઝ


By Sanket M Parekh01, Dec 2023 03:51 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

એક્સપર્ટ ડૉ. કવિતા નાલવાના અનુસાર, માંસપેશીઓને મજબૂત બનાવવા માટે સારી ડાયટની સાથે-સાથે એક્સરસાઈઝ કરવી પણ ખૂબ જ જરૂરી છે.

રોમેનિયન ડેડલિફ્ટ કરો

રોમેનિયન ડેડલિફ્ટ માંસપેશીઓને મજબૂત બનાવે છે. જેને કરવા માટે સીધા ઉભા રહી જાવ. જે બાદ નમીને ડંબલ ઉઠાવો અને પછી સીધા થઈ જાવ. હવે હાથને જાંઘ અને ઢીંચણ સુધી લઈ જાવ. આ દરમિયાન ઘૂંટણ વળેલા હોવા જોઈએ. આવું 12 વખત કરો.

રિવર્સ લંજ એક્સરસાઈઝ

માંસપેશીઓને મજબૂત બનાવવા માટે રિવર્સ લંજ એક્સરસાઈઝ કરો. દરરોજ આ એક્સરસાઈઝને કરવાથી પેટ અને હાથના મસલ્સ મજબૂત બને છે.

રિવર્સ લંજ કરવાની વિધિ

સીધા ઉભા રહી જાવ. બન્ને પગને હિપ્સની સાથે અને હાથને સીધા રાખો. ડાબા પગને ઉઠાવીને એક પગલું પાછળ હટો. જો કે જમણા પગને ત્યાં જ રહેવા દો. હવે ડાબા પગના ઢીંચણને જમીન પર રાખો. હવે જમણા પગને વાળીને તળિયાને રાખીને ઢીંચણનો 90 ડિગ્રી કોણ બનાવો.

સિંગલ આર્મ રો એક્સરસાઈઝ

સિંગલ આર્મ રો એક્સરસાઈઝ માંસપેશીઓને મજબૂતી આપવામાં મદદ કરે છે. જેનો નિયમિત અભ્યાસ કરવાથી પગ, જાંઘની માંસપેશીઓ મજબૂત બને છે. જો કે પ્રગ્નેન્ટ મહિલાઓએ આ એક્સરસાઈઝ કરવાનું ટાળવું જોઈએ.

સિંગલ આર્મ રો કરવાની વિધિ

આ કરવા માટે સૌ પ્રથમ પગલને આગળ વધારીને જમણા પગને પાછળ કરીને ઉભા થઈ જાવ. જે બાદ જમણાં પગને આગળ વધારીને જમણી તરફ પાછળ ખેંચી લો. આવી રીતે પગને પોઝિશનને 12 વખત બદલો.

અલ્ટરનેટિંગ ચેસ્ટ પ્રેસ

અલ્ટરનેટિંગ ચેસ્ટ પ્રેસ એક્સરસાઈઝ કરવાથી ચેસ્ટની માંસપેશીઓ મજબૂત થાય છે. આ સાથે જ તેનું નિયમિક સેવન કરવાથી શરીરની તમામ માંસપેશીઓ એક્ટિવ પણ રહે છે.

રોજ એક સીતાફળ ખાઓ, નહીં થાય આયરનની ઉણપ