Exercise Tips: કસરત કરતાં સમયે આ વાતોનું &ધ્યાન રાખો
By Jagran Gujarati19, Jan 2023 06:06 PMgujaratijagran.com
કસરત કરો ત્યારે ચુસ્ત અને સિન્થેટિક કપડાં પહેરવાનું ટાળો. હળવા રંગના કોટન કપડાં પહેરવા, આ ગરમીથી બચાવશે સાથે સરળતાથી પરસેવો શોષી લેશે.પહેરવેશનું રાખો ધ્યાન
સતત વધુ સમય સુધી કસરત કરવા કરતાં તેને અલગ અલગ પાર્ટમાં વહેચણી કરો. જોગિંગ અથવા લટાર મારવા નીકળો ત્યારે પાણીની બોટલ સાથે રાખો, વચ્ચે થોડું પાણી પીતા રહો.&વધુ પડતી તાકાત ન લગાવો
સવારનો સમય કસરત માટે ખૂબ જ સારો હોય છે. દિવસ દરમિયાન ગરમી વધતી જાય છે એવામાં શરીરમાંથી વધુ પરસેવો નીકળવાને કારણે થાક અનુભવાય છે. સવારનો સમય સૌથી વધુ સારો
કસરત બાદ કેફીન અને દારૂનું સેવન ના કરવું. એવી જ રીતે વધુ પાણી ન પીવાથી ઉલટી પણ થઇ શકે છે, સાથે કસરત કરવામાં પણ અડચણો આવી શકે છે.કેફીન અને આલ્કોહોલથી દૂર રહો
કસરત કરતી વખતે શરીરના સ્નાયુઓ પર ખૂબ જ જોર પડતું હોય છે. આ કારણોસર ખાલી પેટ વ્યાયામ ના કરો. ઓછામાં ઓછું એક કલાક પહેલાં કંઇક ખાઇ લેવું.ખાલી પેટ કસરત કરવાનું ટાળો
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે
સાઉથ એક્ટ્રેસ Malavika Mohananએ સાડીમાં દેખાડી સાદગી, SEE Photos