Thirst At Night: રાતે વારંવાર તરસ લાગવી આ બીમારીઓનો હોઈ શકે છે સંકેત


By Sanket M Parekh04, Jul 2025 03:40 PMgujaratijagran.com

રાતે વારંવાર પાણી પીવું

કેટલાક લોકોને આ આદત હોય છે, તેઓ રાતે સૂતી વખતે અધવચ્ચે એકવાર પાણી પીવે છે. એક કે બે વાર પાણી પીવું સામાન્ય છે, પરંતુ જો તમને વારંવાર પાણી પીતા હોવ તો તે સામાન્ય નથી.

રાતે વારંવાર પાણી પીવાથી થતા રોગ

આજે અમે તમને જણાવીશું કે, જો તમે રાતે વારંવાર પાણી પીતા હોવ તો તે કયા રોગોનો સંકેત આપી શકે છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

સુગર લેવલ હાઈ થાય

જ્યારે શરીરમાં સુગરનું સ્તર ધીમે ધીમે વધવા લાગે છે, ત્યારે શરીરમાં પાણીની ઉણપ થાય છે. આ કારણે તમને રાતે વારંવાર તરસ લાગી શકે છે.

સાયકોજેનિક પોલીડિપ્સિયા

સાયકોજેનિક પોલીડિપ્સિયાને માનસિક વિકાર મનાય છે, જેમાં વ્યક્તિને રાતે વારંવાર તરસ લાગે છે.

સ્લીપ એપનિયા

સ્લીપ એપનિયાને કારણે પણ વ્યક્તિને રાતે વારંવાર તરસ લાગવા લાગે છે. સ્લીપ એપનિયાએ શ્વાસ સંબંધિત એક રોગ છે.

લાઈફસ્ટાઈલમાં ફેરફાર

જે લોકોની લાઈફસ્ટાઈલ ધીમે-ધીમે બદલાવા લાગે છે, તેમના શરીરને પૂરતું પાણી મળતું નથી. આથી તેઓને રાતે વારંવાર તરસ લાગવા લાગે છે.

ડિહાઇડ્રેશનની બીમારી

જો તમને રાત્રે વારંવાર તરસ લાગે છે, તો તે ડિહાઇડ્રેશન બીમીરીનો સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું જોઈએ.

પુષ્કળ પાણી પીવો

જો તમે પણ આ બધી સમસ્યાઓથી પીડાતા હોવ, તો તમને રાતે વારંવાર તરસ લાગી શકે છે. જેનાથી બચવા તમારે દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવું જોઈએ.

Kidney Infection: કિડનીમાં ઈન્ફેક્શન થવા પર શરીરમાં જોવા મળે છે આ સંકેત