ઘણા એવા ભારતીય મસાલા છે જેનો ઉનાળામાં ઉપયોગ ન કરવો જોઈએ. આ મસાલા ખૂબ જ ગરમ હોવાથી તે શરીરમાં અસિડિટી પેદા કરી શકે છે.
ઉનાળામાં લાલ મરચાનું વધુ પડતું સેવન કરવાથી શરીરનું તાપમાન વધે છે.તેનાથી પેટ અને છાતીમાં બળતરા જેવી સમસ્યા થઈ શકે છે.
ઉનાળામાં આદુ વાળી ચા ન પીવી જોઈએ, ઉનાળામાં તેનું વધુ પડતું સેવન કરવાથી હાર્ટબર્ન, ડાયેરિયા, ઓડકાર અને પેટની અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.
ઉનાળામાં લસણનું સેવન ઓછું કરવું જોઈએ.તેનું વધુ પડતું સેવન કરવાથી શ્વાસની દુર્ગંધ, એસિડ રિફ્લક્સ અને રક્તસ્ત્રાવનું જોખમ પણ વધી શકે છે.
કાળા મરી એક ગરમ મસાલો છે. તેનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી શરીરમાં કેટલીક એલર્જીનું કારણ બની શકે છે.
ફુદીનો ખૂબ ઠંડક આપે છે. તેનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે પણ થાય છે. તે શરીરને ઠંડુ કરવાનું કામ કરે છે. તે અપચો, છાતીમાં દુખાવો, સનબર્ન ત્વચા અને હાર્ટબર્નથી રાહત આપવામાં મદદ કરે છે.
કોથમરીના પાંદડામાં એવા ગુણ હોય છે જે શરીરને ઠંડુ રાખે છે. તે સોજો ઘટાડવામાં પણ મદદ કરે છે.