પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, હેલ્ધી ફેટ, ફાઈબર, ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ વગેરેથી ભરપૂર મગફળીને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ ઘણા લોકો માટે તે ખતરનાક સાબિત થઈ શકે છે, ચાલો જાણીએ.
જો તમને ત્વચા સંબંધિત કોઈ એલર્જી હાય તો પણ મગફળી ન ખાવી જોઈએ. તેનાથી ત્વચા પર ફોલ્લીઓ, સોજો, ખંજવાળ વગેરે થઈ શકે છે.
જો હાઈ બીપીની સમસ્યા હોય તો મગફળી ખાવાનું ટાળવું જોઈએ. તેનાથી બ્લડ પ્રેશર વધી શકે છે.
જો તમને એસિડિટી અને કબજિયાતની સમસ્યા હોય તો મગફળીનું સેવન ન કરો
જો તમને હાડકામાં દુખાવો હોય તો મગફળી ન ખાવી જોઈએ,આ તમારી પીડા વધારી શકે છે.
કેલરી અને કાર્બોહાઇડ્રેટ્સની વધુ માત્રાને કારણે, મગફળી વજન પણ વધારી શકે છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો મગફળી ન ખાવી.
જો મગફળી ખાવાનું પસંદ હોય તો નિષ્ણાતની સલાહ બાદ તેનું મર્યાદિત માત્રામાં સેવન કરો.
મગફળીની તાસિર ગરમ હોવાથી ઉનાળામાં તેનું વધુ પડતું સેવન ન કરો.
સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.