ઘરના કામોમાં વ્યસ્ત રહેવાના કારણે માતા પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતી નથી. આજે આપણી કેટલા એા હેલ્ધી સુપર ફૂડ્સ વિશે જાણીશું તેનું સેવન દરેક માતાએ કરવું જોઇએ.
દૂધ, દહીં, છાશનું સેવન કરવાથી તમને કેલ્શિયમ પ્રાપ્ત થશે. આ પ્રોટીનથી ભરપૂર હોય છે.
હેલ્ધી રહેવા માટે લીલા શાકભાજીનું સેવન કરવું જોઇએ. આ શાકભાજીમાં આયર્ન ભરપૂર માત્રામાં રહેલું હોય છે. ડાયેટમાં પાલક, બ્રોકલી, લીલા વટાણા વગેરે સામેલ કરો.
દાડમ, કેળા, સફરજન અને પપૈયુ જેવા ફળોમાં ફાયબરની ભરપૂર માત્રા હોય છે. આના સેવનથી શરીરને એનર્જી મળે છે.
રોજ એક મુઠ્ઠી ડ્રાયફ્ટૂસ જરૂર ખાવ. આમાં બદામ, દ્રાક્ષ, અખરોટ વગેરે સામેલ કરો. આ તમારી ઈમ્યૂનિટી વધારે છે.
અળસી, કોળુ, સૂરજમુખી અને તલના બીજ ખાવ. આ શરીરને ઊર્જા પ્રદાન કરે છે.