આ ઉનાળામા ખાવો આ ફળો, ગરમીમા આપશે રાહત અને સ્વાસ્થ્ય રહેશે સુરક્ષિત


By Smith Taral03, Apr 2024 01:23 PMgujaratijagran.com

ભારતમા ઉનાળામાં બહાર નીકળવું પણ ખૂબ મુશ્કેલ થઈ પડે છે, તેવામાં આ ગરમીમાં સ્વાસ્થ્યની જાળવણી કરવી પણ ખૂબ જરૂરી છે. ઉનાળામાં ઘણા મીઠા અને પાણીવાળા ફળો આવે છે, જે તમને આ ગરમીમાં રાહત આપવામાં મદદ કરે છે, આજે આપણે આવાજ ફળો વિશે વાત કરીશું જે તમારે આ સિઝનમાં જરુરથી ખાવા જોઈએ

તડબૂચ

તડબૂચમા 92% પાણી રહેલું હોય છે જે તમને હાઈડ્રેટેડ રહેવામાં મદદ કરે છે, તેમજ તેમા એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી- ઈન્ફાલામેટરી જેવા ગૂણો રહેલા હોય છે જે તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

પપૈયા

પપૈયા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે આ સિવાય પપૈયું શરીરને બેક્ટેરિયલ અને વાયરલ ઈન્ફેક્શનથી બચાવે છે.

લીચી

આ ખૂબ જ મીઠુ ફળ છે જે પાણીથી ભરપૂર હોય છે અને હાઇડ્રેટ્રેડ રાખે છે. તેનો રસ પણ કાઢી શકાય છે અથવા તેનો મોકટેલ પણ બનાવી શકાય છે.

કિવિ

જો તમને તણાવથી પરેશાન હોવ અથવા તમને સારી ઊંઘ ન આવતી હોય તો તમારે કીવીનું સેવન કરવું જોઈએ તે શરીરમાં ખૂટી રહેલા પોષક તત્વોને ફરીથી ભરવા માટે પણ જવાબદાર છે

નારંગી

વિટામિન સીથી ભરપૂર નારંગીનો રસ એ તમારા દિવસની શરૂઆત કરવા માટે પરફેક્ટ છે, અને તેમાં 80 ટકા પાણીનું પ્રમાણ છે જે ઉનાળાની ગરમીમાં તમને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.

કેરી

કેરી ફાઇબર, વિટામિન્સ અને ખનિજોથી ભરપૂર હોય છે તેથી, તેને ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરી સેલ ડેમેજમા તેને રીકવર કરવા માટે સૌથી સારી માનવામાં આવે છે

શકરટેટી

તરબૂચ જેવું જ દેખાતુ આ ફળ ઉનાળામા સૌથી વધું ખાવમાં આવતું ફળ છે. તેમા મોટી માત્રામાં પાણી રહેલું હોય છે જે શરીરને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરે છે તેમજ તે વિટામિન એ અને સી તથા પોટેશિયમ અને મેગ્નેશિયમથી જેવા ગુણોથી ભરપૂર છે

ઊર્જા અને પોષકતત્વોથી ભરપુર આ ખોરાક તમે ભૂખ્યા પેટે પણ ખાઈ શકો છો