ઓટમીલમા ભરપૂર ડાયેટરી ફાઇબર રહેલુ હોય છે આને તમે સવારના નાસ્તામાં ભૂખ્યા પેટે ખાઈ શકો છો.
ડાયટીશ્યન ખાલી પેટે દહીં ખાવાનું સૂચવતા હોય છે, દહીં પ્રો બાયોઓટિક હોય છે જે તમને પાચન માં પણ મદદ કરે છે.
પ્રોટીન અને અન્ય પોષક તત્વોથી ભરપુર ઈંડા પણ ખાલી પેટે ખાઈ શકાય છે. આ તમને ઇન્સ્ટન્ટ એનર્જી આપવામાં મદદ કરે છે.
હૂંફાળું લીંબુ પાણી પીવાથી પાચન સારું થાય છે, અને તમારુ મેટાબોલિઝ્મ પણ સુધરે છે.
બેરી એ વજનને નિયંત્રિત કરવામાં માટે ઉત્તમ ખોરાક માનવામાં આવે છે. આ ફાઈબર થી ભરપુર હોય છે, જે તમને પાચનમાં અને સાથે વજન ધટાડવામાં મદદ કરે છે
ચિયા સિડ માં તમને ફાઈબર અને ઓમેગા-3 ફેટી એસિડ મળી રહે છે, જે પાચનના સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે.
જો તમે સવારમા તમે એક કે બે કેળા ખાઈને દિવસની શરૂઆત કરશો તો દિવસ દરમિયાન તમે ઉર્જા મળી રહે છે.
સવારમાં અથવા ક્યારે પણ ભૂખ્યા પેટે તમે આ ખોરાક ખાઈ શકો છો, સ્વાસ્થ્ય સંબધિત આવી વધુ માહીતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.