'ગદર-2'ની બંપર એડવાન્સ બુકિંગે તોડ્યા અનેક રેકોર્ડ, નાંખો એક નજર


By Sanket M Parekh05, Aug 2023 04:24 PMgujaratijagran.com

ગદર-2

'ગદર-2' એક પીરિયડ એક્શન ડ્રામા ફિલ્મ છે. તો ચાલો જાણીએ 'ગદર-2'નું બમ્પર એડવાન્સ બુકિંગ વિશે, જેણે કેટલા રેકોર્ડ તોડ્યા.

કાસ્ટ

'ગદર-2'માં સની દેઓલ વધુ એક વખત તારા સિંહ, અમિષા પટેલ શકીના અને ઉત્કર્ષ શર્મા જીતે તેમજ સિમરત કૌર મુસ્કાનની ભૂમિકા ભજવતા જોવા મળશે.

ડિરેક્શન

આ ફિલ્મનું ડિરેક્શન પણ અનિલ શર્મા જ કરી રહ્યાં છે. 2001માં આવેલી 'ગદર'ના પ્રથમ ભાગે પણ બૉક્સ ઑફિસ પર સારું કલેક્શન કર્યું હતુ.

ઓપનિંગ

'ગદર-2' સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મો પૈકીની એક છે. આ ફિલ્મને લઈને લોકોના ઉત્સાહનો અંદાજો એડવાન્સ બુકિંગ પરથી લગાવી શકાય છે.

એડવાન્સ બુકિંગ

ફિલ્મ ક્રિટિક તરણ આદર્શ અનુસાર, 'ગદર-2'એ મલ્ટીપ્લેક્સમાં 30 હજારથી વધુ ટિકિટ વેચાઈ ગઈ છે. આ માત્ર 11 ઓગસ્ટના જ આંકડા છે.

મલ્ટીપ્લેક્સ

મલ્ટીપ્લેક્સમાં 'ગદર-2'એ અત્યાર સુધીમાં PVRમાં 12,100 INOXમાં 8600 અને સિનેપૉલિસમાં 9350 ટિકિટ્સ વેચી છે. ફિલ્મની ઓપનિંગ જોઈને અંદાજો લગાવી શકાય છે કે, તે બોક્સ ઑફિસ પર સારી ઑપનિંગ કરશે.

Happy Birthday Kajol: કાજોલની નેટવર્થ જાણીને તમે ચોંકી જશો