ઓટ્સમાં વિટામિન-બી મળી આવે છે, જે શરીરમાં રહેલ કાર્બોહાઈડ્રેટને એનર્જીમાં બદલી નાંખે છે. જેને તમે એક્સરસાઈઝ પહેલા દૂધની સાથે ખાઈ શકો છો.
કેળામાં ફ્રક્ટોઝ અને કાર્બોહાઈડ્રેટ મળી આવે છે, જે શરીરમાં એનર્જીનો મુખ્ય સોર્સ હોય છે. આ ઉપરાંત કેળામાં પોટેશિયમ પણ હોય છે. જે શરીરમાં માંસપેશીઓને મજબૂત કરવાનું કામ કરે છે.
ડ્રાય ફ્રૂટ્સમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન, ફાઈબર અને પોષક તત્વો હોય છે. જે શરીરમાં એનર્જી વધારવામાં મદદગાર સાબિત થઈ શકે છે.
ઈંડામાં પ્રોટીન અને એમિનો એસિડ હોય છે. એક્સરસાઈઝ કરતા પહેલા ઈંડા ખાવાથી એનર્જી અને સ્ટેમિના વધે છે.
કૉફીમાં ફેટ બર્ન કરવાનો ગુણ હોય છે. એક્સરસાઈઝ કરતાં પહેલા કૉફી પીવાથી ફેટ સેલ્સ એનર્જીમાં બદલાઈ જાય છે.
સફરજનમાં હેલ્ધી ફેટ હોય છે. જેને એક્સરસાઈઝ પહેલા ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં એનર્જી મળે છે. આટલું જ નહીં, ભૂખ પણ મટે છે.