જળ એજ જીવન છે, આપણે આ સુત્ર ઘણી જગ્યાએ સાંભળ્યું હશે. પાણી તરસ છીપાવવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે.પુરતા પ્રમાણમાં પાણી પીવાથી અનેક પ્રકારની સમસ્યાથી બચી શકાય છે.
વધુ પડતું પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે. આજે આ લેખમાં અમે આપને જરૂર કરતાં વધારે પાણી પીવાથી થતાં નુકસાન વિશે વિગતવાર જણાવીશું.
વધુ પડતું પાણી પીવાથી કિડનીને વધારે મહેનત કરવી પડે છે. જેથી એક્સ્ટ્રા પાણીને બહાર નીકાળી શકાય. જેના પરિણામે કિડનીની કાર્યક્ષમતા નબળી પડવા માંડે છે.
વધુ પડતું પાણી પીવાથી બ્લડમાં સોડિયમની ઉણપ વર્તાવા લાગે છે. જેના પરિણામે શરીરમાં સોજા, માથામાં દુખાવો અને નબળાઈ થઈ શકે છે.
વધુ પડતું પાણી પીવાથી પેટમાં ગેસ, બ્લોટિંગ અને અપચા જેવી સમસ્યા થઈ શકે છે. સતત પાણી પીવાથી પેટમાં પાચક રસની કમી થઈ શકે છે, જેના પરિણામે ખોરાક વ્યવસ્થિત રીતે પચતો નથી.
વધુ પડતું પાણી પીવાના કારણે વારંવાર પેશાબ કરવા ટૉઈલેટ જવું પડે છે. જેના કારણે ઊંઘ બગડી શકે છે.આટલું જ નહીં, પેશાબ વાટે શરીરના જરૂરી મિનરલ્સ પણ બહાર નીકળી જાય છે.
વધુ પડતું પાણી પીવાથી શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ બેલેન્સ બગડી જાય છે. જેના પરિણામે વ્યક્તિ કાયમ થાકેલો લાગે છે અને કોઈપણ બાબતમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થઈ શકે છે.