ઘરમાં માખીઓનું ઉપદ્રવ વધુ હોય તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ મુશ્કેલીને દૂર કરવા માટે, અહીં કેટલીક સરળ અને અસરકારક રીતો છે જેનાથી તમે માખીઓથી છુટકારો મેળવી શકો છો.
એક ગ્લાસ એપલ સીડર વિનેગરમાં ડીશ વોશિંગ લિક્વિડના ટીપાં ઉમેરો, તેને પ્લાસ્ટિકથી ઢાંકીને તેમા કાણા પાડી દો, અને જ્યા માખીઓ વધુ આવતી હોય તેની આસપાસ રાખો. માખીઓ આ પ્લાલસ્ટીક પર ફસાઈ જશે.
ફુદીનો અને તુલસીની પાવડર પેસ્ટ બનાવીને માખીઓ પર છાંટો, જેનાથી તે દૂર ભાગશે.
એક ચમચી મીઠું પાણીમાં મિક્સ કરીને સ્પ્રે બોટલમાં નાખો અને ઘરમાં જ્યાં માખીઓ હોય ત્યાં સ્પ્રે કરો; માખીઓ ભાગી જશે.
દૂધમાં કાળા મરીનો પાવડર અને ખાંડ મિક્સ કરો, અને તે માખીઓની આસપાસ રાખો; માખીઓ આમાં ચોંટી જશે.
આ કાર્નીવોરસ છોડ કીડા મકોડાને ખાઈ જાય છે. આ છોડને ઘરની અંદર કે બહાર લગાવવાથી, માખીઓને ફસાવીને ખાય જાય છે.