મોઢામાં ચાંદાની પીડા ઘણીવાર અસહ્ય બની શકે છે, ખાવા-પીવામા પણ ઘણી મુશ્કેલી પડે છે. પરંતુ, કેટલીક સરળ ઘરેલુ રીતો અપનાવીને, તમે આ મુશ્કેલીથી તરત જ રાહત મેળવી શકો છો.
મોઢામાં ચાંદા પાછળ જંક ફૂડ ખાવું, હોર્મોનલ ચેન્જ વગેરે જવાબદાર છે. આ બધા કારણોથી મોઢામાં ચાંદાની સમસ્યા થઈ શકે છે. આવો જાણીએ તેનાથી બચવાના ઉપાયો
મીઠામાં રહેલા એન્ટી-સેપ્ટિક ગુણો મોઢાના ચાંદાની પીડામાં રાહત આપે છે.
મધના એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો તમારા ચાંદાના દુખાવાને નરમ કરીને સ્વસ્થ થવામાં મદદ કરે છે.
બેકિંગ સોડામાં રહેલા આલ્કલાઇન ગુણો ચાંદાની પીડાને હળવી કરીને, તમને ઝડપથી આરામ અપાવે છે.
એલોવેરાની ચાંદાના દુખાવાને ઓછી કરીને, તમારા મોઢાને ઝડપથી આરામ અને ઠંડક આપે છે.
નાળિયેર તેલમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ ગુણો ચાંદાને ઠીક કરવામાં અને સોજો ઘટાડવામાં મદદ કરે છે, તમને આરામ આપે છે.