ઘરમાં ગરોળીથી છુટકારો મેળવવાની સરળ ટિપ્સ


By Vanraj Dabhi13, Oct 2024 11:04 AMgujaratijagran.com

ગરોળીથી છુટકારો

ઘર કે રસોડામાં ગરોળી જોવા મળતી હોય છે, જે જોઈને ચિતરી ચડતી હોય અને તેનાથી છુટકારો મેળવવા માગતા હોવ તો આ સરળ ઉપાય અજમાવો.

કોફી

ગરોળી ભગાડવા માટે કોફી પાવડરમાં તમાકૂ મિક્સ કરીને ગરળો છુપાતી હોય તે જગ્યા પર રાખો,થોડા સમયમાં ગરોળી ભાગી જશે.

લસણ

ગરોળી ભગાડવા માટે લસણ એક સારો વિકલ્પ છે.

મોરપીંછ

મોરના પીંછાને ઘરમાં રાખવાથી ગરોળી નથી આવતી.

મરચાનો છંટકાવ

લાલ મરચા અને કાળી મિર્ચની બરાબર માત્રા લઈને પાણીમાં મિક્સ કરીને ઘરના ખૂણા,બારી,દરવાજાના કિનારે સ્પ્રે કરવાથી ગરોળી ભાગી જાય છે.

ઈંડાના ફોતરા

ઈંડાના ફોતરાની ગંધ ગરોળીને બીલકુલ પસંદ નથી હોતી તેથી ગરોળીને ઘરમાંથી ભગાડવા માટે તમે ઈંડાના ફોતરાનો ઉપયોગ કરી શકો છો.

ડુંગળી

ગરોળી ભગાડવા માટે ડુંગળીને ફોલીને તેના એક એક ફોતરા અલગ કરી લો, હવે આ ફોતરાને દોરા વડે બાંધીને રસોડા કે ઘરમાં ગરોળી આવતી હોય તે જગ્યા ટીંગાળવાથી ગરોળી ભાગી જશે.

ઠંડુ પાણી

ગરોળી ભગાડવા માટે તમે ઠંડા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો, જ્યારે પણ તમને ગરળો દેખાય ત્યારે તેના પર ઠંડુ પાણી નાખો.

ફિનાઈલની ગોળી

ફિનાઈલની ગોળીને ઘરના દરેક જગ્યાઓ પર રાખો, જેનાથી ગરોળી ભાગી જશે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

કાનનો મેલ કાઢવાની સાચી રીત કઇ છે? જાણી લો