કાનનો મેલ કાઢવાની સાચી રીત કઇ છે? જાણી લો


By Vanraj Dabhi13, Oct 2024 10:42 AMgujaratijagran.com

કાનનો મેલ

કાનનો મેલને જો સમયસસ સાફ ન કરવામાં આવે તો કાનમાં દુખાવાની સમસ્યા સર્જાઈ શકે છે. તમે ઘરે જ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને કાન સરળતાથી સાફ કરી શકો છો.

મીઠાવાળું પાણી

હળવા ગરમ પાણીમાં મીઠું ઉમેરી તે પાણીને કાનમાં રેડો, થોડી વાર તેમ રહેવા દઈ પાણી કાઢી લો. આનાથી પણ કાન સારી રીતે સાફ થઈ જશે.

ગરમ પાણી

પાણીને હુંફાળુ ગરમ કરીને, પાણીને કોટન બોલની મદદથી તમારા કાનમાં રેડો, થોડી વાર રહેવા દઈ, પાણી કાઢી લો. આ કાન સાફ કરવાનો સૌથી સરળ ઉપાય છે.

હાઈડ્રોજન પેરાક્સાઈડ

પાણીમાં હાઈડ્રોજનના એક બે ટીપા ઉમેરો, હવે તે પાણીને કાનમા રેડી થોડી વાર માટે રહેવા દો. હવે એક સાઈડ માથું નમાવી પાણી કાઢી લો, આમ કરવાથી કાન સારી રીતે સાફ થઈ જશે.

ડુંગળીનો રસ

ડુંગળીનો રસ પણ આમા ફાયદાકારક રહે છે, આ માટે ડુંગળીને પીસીને તેનો રસ કાઢી લો અને કોટન બોલના મદદથી તેને તમારા કાનમાં રેડો, આમ કરવાથી કાનનો મેલ દૂર થશે.

ઓલીવ ઓઈલ

ઓલીવ ઓઈલ અથવા મગફળીના તેલમાં થોડા લસણ સાંતળી લો, હવે તેલને ઠંડુ થવા દો. પછી લસણવાળા તેલને તમારા કાન રેડી, કાન બંધ કરી દો. આમ કરવાથી કાનનો મેલ સારી રીતે સાફ થઈ જશે.

લસણ અને નાળિયેર તેલ

એક પેનમાં નારિયેળ તેલ અને લસણને સહેજ ક્રશ કરી નવશેકુ સાંતળી તેના થોડા ટીપા કાનમાં નાખવાથી કાનનો મેલ સાફ કરે છે.

નવશેકુ સરસવનું તેલ

સરસવના તેલને નવશેકુ ગરમ ​​કરીને ડ્રોપર અથવા રૂની મદદથી કાનમાં નાખો અને થોડી વાર પછી કાનને નીચેની તરફ વાળીને બધો મેલ અને તેલ કાઢી લો.

એપલ સીડર વિનેગર

અડધી ચમચી એપલ સાઇડર વિનેગરમાં 2 ચમચી પાણી નાખી તેને કાનમાં નાખીને 2 મિનિટ પછી કાન સાફ કરો.

વાંચતા રહો

આ તમામ ઘરેલું ઉપચાર વડે કાન સાફ કરી શકો છો. અન્ય કોઈ સમસ્યા હોય તો તરત જ ડોક્ટરની સલાહ લો.

Face Steam: ચહેરાને વરાળમાં રાખવાથી શું થાય છે? જાણો તેના ફાયદા