સમયની સાથે શરીર સાથે મન પણ વૃદ્ધ થવા લાગે છે. એમા કેટલાક લોકો ડિમેન્શિયા અને અલ્ઝાઈમર જેવા રોગોથી પીડાય છે, જે મગજની સક્રીયતા ઓછી કરી દે છે.
મગજને એક્ટીવ રાખવા માટે તમારે શું કરવું જોઈએ. ખરેખર, મનને સ્વસ્થ અને યંગ રાખવા માટે તમારે કેટલીક આદતો બદલવી પડશે.
નિયમિત રીતે નવું શીખવા અને વાંચવાથી મન એક્ટીવ અને સ્વસ્થ રહે છે. આ આદત તમારા મગજને સમય પહેલા વૃદ્ધ થવા દેશે નહીં.
સંશોધનમાં સામે આવ્યું છે કે મગજને એક્ટીવ રાખવા માટે મુઠ્ઠી વડે કસરત કરવી લાભદાયક નિવડે છે. દરરોજ 90 સેકન્ડ સુધી આ કસરત કરો, તેનાથી મગજને ફાયદો થશે.
તમારા મગજને શાર્પ કરવા માટે તમે પઝલ, ક્રોસવર્ડ, સુડોકુ જેવી ગેમ્સ રમી શકાય છે.
મગજને એક્ટીવ રાખવા માટે તમે યોગ પણ કરી શકો છો. બાલાસન, સર્વાંગાસન, શીર્ષાસનનો જેવા આસન મગજ ફાયદાકારક છે.
મિત્રો સાથે મળીને અને વાત કરીને મગજને એક્ટીવ રાખી શકાય છે. એકલા ના રહેને અને પરિવાર-મિત્રો સાથે વાતો કરવી મગજના સ્વાસ્થ્ય માટે સારુ છે.