Vitamin B12: ડિનરમાં આ ખોરાક લેવાથી વિટામિન B12 ઝડપથી વધે છે


By Vanraj Dabhi11, Oct 2024 04:48 PMgujaratijagran.com

વિટામિન B12 યુક્ત ખોરાક

શાકાહારી ખોરાક સાથે વિટામિન B12 વધારવા માંગતા આ ખોરાક ખાઓ.

શાકાહારી ખોરાક

ડિનરમાં કેટલાક શાકાહારી ખોરાકનું સેવન કરીને તમે શરીરમાં ઝડપથી વિટામિન B12 વધારી શકો છો.

વિટામિન B12 સ્તર

શરીરમાં વિટામિન B12 હોવું ખૂબ જ જરૂરી છે. શરીરમાં તેનું લેવલ 2.4 mg/dl હોવું જોઈએ. આનાથી ઓછું હોય, તો શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

વિટામિન B12 ની ઉણપ

B12 ની ઉણપને કારણે થાક, નબળાઇ, એનિમિયા, મૂડ સ્વિંગ, ત્વચામાં ફેરફાર અને યાદશક્તિમાં ઘટાડો સહિતની ઘણી સમસ્યાઓનો સમાવેશ થાય છે.

નિષ્ણાતો અભિપ્રાય

ડાયટિશિયન મેધવી ગૌતમના જણાવ્યા અનુસાર, શરીરમાં B12 જેવા જરૂરી તત્વોની ઉણપને ફોર્ટિફાઇડ ફૂડ દ્વારા દૂર કરી શકાય છે.

ફોર્ટિફાઇડ ચોખા

મીઠામાં આયોડિન ઉમેરવામાં આવે છે, તેવી જ રીતે આ ચોખા પણ તૈયાર કરવામાં આવે છે.

ચોખાના ફાયદા

આ પ્રકારના ચોખામાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. તેને મર્યાદામાં ખાવાથી શરીરમાં એનિમિયાને રોકવામાં મદદ કરી શકે છે.

સૌથી વધુ B12

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સૌથી વધુ વિટામિન B12 નોન-વેજ ખોરાક જેવા કે બકરીની કિડની અને લીવરમાં જોવા મળે છે.

શાકાહારી ફુડમાં B12

શાકાહાર ફુડની વાત કરીએ તો, ડેરી ઉત્પાદનો અને મગની દાળ જેવી શાકાહારી વસ્તુઓમાં પણ જોવા સૌથી વધુ B12 જોવા મળે છે.

B12 લેવલ નિયંત્રિત

શરીરમાં B12ની ઉણપ દૂર કરવા માટે સપ્લીમેન્ટ્સની મદદ લો, જો લેવલ નોર્મલ હોય તો પાલક કે અન્ય વસ્તુઓ ખાવાથી આ લેવલ નિયંત્રિત કરી શકાય છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Fenugreek Water: મેથીનું પાણી પીવાથી થશે આ ચમત્કારિક ફાયદા