Fenugreek Water: મેથીનું પાણી પીવાથી થશે આ ચમત્કારિક ફાયદા


By Sanket M Parekh11, Oct 2024 03:41 PMgujaratijagran.com

વિટામિન્સ અને મિનરલ્સ

મેથી પોષકતત્વોથી ભરપુર હોય છે. જેમાં અનેક પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. જે શરીર માટે ગુણકારી સાબિત થઈ શકે છે.

હેલ્ધી આંતરડા

જો મેથીના પાણીનું સેવન કરો છો, તો આંતરડાને લાભ મળે છે. આ પાણી આંતરડાને હેલ્ધી રાખે છે અને ગંદકીને પણ સાફ કરે છે.

પાચન સુધારે

પાચન સબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ, તો તમારે મેથીના પાણીનું સેવન કરવું જોઈએ. મેથીના પાણીમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોવાથી પાચન શક્તિ સુધારવામાં મદદ મળે છે.

કોલેસ્ટ્રોલ નથી વધતો

જો તમે કોલેસ્ટ્રોલના દર્દી હોવ, તો ડાયટમાં મેથીના પાણીને સામેલ કરવું જોઈએ.આ પાણી કોલેસ્ટ્રોલના લેવલને વધવા નથી દેતું.

વજન વધશે નહીં

મેથીનું પાણી પીવાથી વજન પણ વધતુ નથી. હકીકતમાં મેથીમાં ફાઈબર મળી આવે છે. જેના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જેથી ભૂખ નથી લાગતી.

મેથીનું પાણી ક્યારે પીવું જોઈએ?

મેથીનું પાણી સવારે ખાલી પેટ પીવું જોઈએ. આ માટે રાતે એક ગ્લાસ પાણીમાં મેથીના દાણા પલાળીને રાખી દો. જે બાદ વહેલી સવારે ગાળીને પી જાવ.

Side Effects: અતિશય જામફળ ખાવાના ગેરફાયદા