જામફળ એ પોષક તત્વોથી ભરપૂર ફળ છે, પરંતુ જામફળનું વધું પડતું સેવન કરવાથી શરીરમાં કેટલાક નુકસાન થાય છે, ચાલો જાણીએ.
જામફળમાં પ્રોટીન, વિટામીન, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ફાઈબર, સોડિયમ, જસત અને કોપર મળી આવે છે.
શરીર પર કોઈ પ્રકારનો ઘા છે કે સર્જરી થઈ છે તો જામફળનું સેવન ટાળવું. જામફળ ખાવાથી લોહી નીકળે છે.
ગર્ભવતી મહિલાઓએ પણ જામફળનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. વધારે ખાવાથી પેટમાં ગેસ થાય છે.
જામફળનો સ્વાદ ભલે સારો હોય, પરંતુ વધુ પડતું ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે.
જામફળનું વધુ પડતું સેવન કરવાથી કિડનીની સમસ્યા થઈ શકે છે, કારણ કે તેમાં પોટેશિયમ વધુ માત્રામાં હોય છે.
જામફળનું વધુ માત્રામાં સેવન કરવાથી પણ માથાનો દુખાવો થઈ શકે છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.