માટી ખાવાની આદત બાળકો માટે બને છે આ 5 સમસ્યાઓનું કારણ


By hariom sharma31, Mar 2023 09:00 PMgujaratijagran.com

પેટમાં ઇન્ફેક્શનની સમસ્યા

માટી ખાવાની આદત બાળકોના લીવર અને પેટમાં સંક્રમણનું કારણ બની શકે છે, જેનાથી તેમને પેટની સમસ્યાનો સામનો કરવો પડે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

પેટમાં કીડાની સમસ્યા

બાળકોની માટી ખાવાની આદતથી પેટમાં કીડાની સમસ્યા થઇ શકે છે. માટી ખાવાથી તેમાં રહેલા પરજિવી પેટમાં પ્રવેશ કરે છે, જે પેટમાં કીડા થવાનું કારણે બને છે.

ભૂખ ન લાગવાની સમસ્યા

બાળકોની માટી ખાવની આદતના કારણે શરીરમાં હાનિકારક ટોક્સિન્સ પ્રવેશ કરે છે, જેના કારણે તેમને ભૂખ ન લાગવાની સમસ્યા થઇ શકે છે. ભૂખ ન લાગવાના કારણે બાળકો કુપોષણનો શિકાર બની શકે છે.

પેટમાં દુખાવો થવો

માટી ખાવની આદતાના કારણે તેમને પેટને લગતી સમસ્યાઓ જેવી કે પેટમાં દુખાવો, ઉલટી વગેરેનો સામનો કરવો પડે છે. માટીમાં હાનિકારક પ્લાસ્ટિકના અવશેષો હોય છે, જે આ સમસ્યાનું કારણ બને છે.

દાંતને લગતી સમસ્યા

માટીમાં ઘણાં પ્રકારના હાનિકારક તત્ત્વો હોય છે, એવામાં માટીના સેવનથી બાળકોના દાંતને લગતી ઘણી ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે.

વધુ સોજી ખાવાથી સ્વાસ્થ્યને થાય છે આ નુકસાન